બાળકોને હાલમાં કોરોના રસી ન લગાવો, જાણો વિશ્વના સૌથી મોટા સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કેમ કરી આ અપીલ
WHOના ડીજી ટ્રેડોસ અદનોમનું કહેવું છે કે યુવાનો અને સ્વસ્થ લોકો માટે રસી લગાવવાને બદલે સમૃદ્ધ દેશોએ કોવૈક્સ ગ્લોબલ વેક્સિન-શેયરિંગ સ્કિમમાં પોતાનો ડોઝ આપવો જોઈએ
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ સમૃદ્ધ દેશોને હાલ બાળકોને રસી ન આપવા અપીલ કરી છે. WHOએ તે પણ ચેતવણી આપી કે કોરોના મહામારી બીજા વર્ષે વધુ જીવલેણ સાબિત થઈ રહી છે, તે જોતાં હવે શ્રીમંત દેશોએ બાળકોને રસી આપવાનાં બદલે ગરીબ દેશોને રસી દાન કરવી જોઈએ.
દાન આપવા અંગેની આ અપીલ WHOનાં ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ અદનોમે એવા સમયે કરી છે જ્યારે ઘણા સમૃદ્ધ દેશોએ બાળકો અને કિશોરોને રસી આપવાનું શરૂ કર્યું છે, જ્યારે ઘણા ગરીબ દેશોએ આરોગ્ય કર્મચારીઓ અને સૌથી વધુ જોખમ ધરાવતા વયજૂથનાં લોકો માટે પણ આ અભિયાન શરૂ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
WHOના ડીજી ટ્રેડોસ અદનોમનું કહેવું છે કે યુવાનો અને સ્વસ્થ લોકો માટે રસી લગાવવાને બદલે સમૃદ્ધ દેશોએ કોવૈક્સ ગ્લોબલ વેક્સિન-શેયરિંગ સ્કિમમાં પોતાનો ડોઝ આપવો જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે જે દેશોને સૌથી વધુ સુરક્ષાની જરૂર છે, તે તેમને મેળી જાય.
જિનીવામાં વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન તેમણે કહ્યું- "હું સમજું છું કે કેટલાક દેશો શા માટે તેમના બાળકો અને કિશોરોને રસી અપાવવા માગે છે. પરંતુ હમણાં હું તેમને ડબ્લ્યુએચઓના કોવેક્સ પ્રોગ્રામ હેઠળ પુનર્વિચારણા કરવા અને રસી દાન આપવાની વિનંતી કરું છું."
વેક્સિન દાન આપવા દુનિયાના દેશોને WHOની અપીલ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)દ્વારા કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ઉઠાવેલા પગલાઓની સમીક્ષા કરતી સ્વતંત્ર નિષ્ણાતોની સમિતિએ કહ્યું કે, સંસ્થાઓને વધુ અધિકારો મળવા જોઈએ. કેટલાક નિષ્ણાતોએ કહ્યું કે, સભ્ય દેશો ડબ્લ્યુએચઓને વધુ સત્તા આપવાના વિચારને ભાગ્યે જ સ્વીકારશે. સમિતિએ કહ્યું છે કે દેશોમાં પ્રવેશવાનો અધિકાર રોગચાળાના પ્રારંભિક સ્થળને શોધવા માટે આપવો જોઈએ. બુધવારે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં સમિતિએ કોવિડ -19 ને રોકવા માટેના નબળા વલણની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કેટલાક દેશો ફક્ત ચેપનો ફેલાવો કેવી રીતે થઈ રહ્યો છે તેના પર નજર રાખે છે, જેના પરિણામે ભયંકર પરિણામો આવ્યા હતા.
AFPનાં આંકડા અનુસાર, વિશ્વના 210 જેટલા વિસ્તારોમાં લગભગ 140 કરોડ કોવિડ રસી ડોઝ આપવામાં આવ્યો છે. આમાંથી, તેમાંથી લગભગ 44 ટકા ડોઝ સમૃદ્ધ દેશોનાં લોકોને લગાવવામાં આવ્યો છે, જેમની વસ્તી વિશ્વની કુલ વસ્તીના માત્ર 16 ટકા છે. જ્યારે, 29 સૌથી ગરીબ દેશોમાં, માત્ર માત્ર 0.3 ટકા ડોઝ મળ્યો છે, જ્યાં વિશ્વની 9 ટકા વસ્તી વસે છે.