(Source: ECI/ABP News/ABP Majha)
Independence Day :પાકિસ્તાન કેમ ભારતના સ્વતંત્રતા દિવસના એક દિન પહેલા આઝાદી પર્વની કરે છે ઉજવણી?
14 ઓગસ્ટે 1947માં પાકિસ્તાન ભારતના એક દિવસ પહેલા આ કારણે ઉજવે છે સ્વતંત્રતા દિન
Independence Day:15મી ઓગસ્ટે ભારત દેશ સ્વતંત્ર થયો. ઇતિહાસમાં આ તારીખ 1947ની 15 ઓગસ્ટને સ્વતંત્ર દિન તરીકે લખાઇ ગઇ, જો કે એક ભારત દેશ જ નહીં અન્ય ચાર દેશો પણ 15મી ઓગસ્ટે આઝાદ થયા હતા. આ ચાર દેશામાં સાઉથ કોરિયા, બેહરીન, રિપબ્લિક ઓફ કોંગો, આઝાદ થયું હતું. સાઉથ કોરિયા 1945માં જાપાનથી આઝાદ થયું. તો બેહરીન 1971ની 15મી ઓગસ્ટે જ આઝાદ થયું. જ્યારે લેચટેસ્ટઇન 1866ની 15મી ઓગસ્ટે સ્વતંત્ર થયું.તો કોંગો 1960ની 15 ઓગસ્ટે ફ્રાન્સથી આઝાદ થયું હતું.
ઉલ્લેખનિય છે કે, દેશ જ્યારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યો હતો એ સમયે આઝાદી માટે અહિંસક આંદોલન કરનાર સાબરમતીના સંત મહાત્મા ગાંધી આ ઉત્સવથી દૂર હતા તેઓ પશ્ચિમ બંગાળના એક ગામમાં ઉપવાસ કરી રહ્યાં હતા. નોંધનિય છે કે, હિન્દુ અને મુસ્લિમના કોમી રમખાણને રોકવા માટે તેના વિરોધમાં ઉપવાસ કરી રહ્યાં હતા. તેથી કહેવાય છે કે, આઝાદીનો ઉત્સવ જ્યારે મનાવાયા રહ્યો હતો ત્યારે સ્વતંત્રતાના સંગ્રામમાં અહિંસક આંદોલન કરનાર મહાત્મા ગાંધી તો દૂર જ હતા પરંતુ એવા અને અનેક જવાનોની હયાતી ન હતી. જેને રક્તથી આઝાદીનું સિંચન થયું. ભારતનો સ્વતંત્ર દિન 15મી ઓગસ્ટ છે. તો પાકિસ્તાન ભારતથી એક દિવસ પહેલા આઝાદ થયું હતું. પાકિસ્તાન ભારતથી એક દિવસ કેમ પહેલા આઝાદ થયું એ સવાલ પાછળ પણ એક અનેક કરાણો છે. શું છે પાકિસ્તાનની આઝાદીની દાસ્તાન જાણીએ...
પાકિસ્તાન ભારતથી એક દિવસ પહેલા કેમ આઝાદ થયું.?
આપ સૌ જાણીએ છીએ કે, 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું તો એક દિવસ પહેલા પાકિસ્તાનને આઝાદી મળી. તો શું આપ જાણો છો કે. પાકિસ્તાન એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટે કેમ આઝાદીનો દિન મનાવી રહ્યો છે. તેની પાછળ પણ એક નાનકડું જ કારણ જવાબદાર છે. બ્રિટિશ શાસનના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન નવી દિલ્લી યોજનાર અને કરાંચીમાં યોજનાર બન્ને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં ઉપસ્થિતિ રહેવા માંગતા હતા. એક જ દિવસે બંને સ્થાને હાજર રહેવું શક્ય ન હોવાથી એક દિવસ પહેલા જ 14 ઓગસ્ટે જ સ્વતંત્ર દિનની ઉજવણી થઇ.