મેડિકલ સાયન્સનો ચમત્કારઃ ગર્ભાશયના બદલે એબડોમિનલ કેવિટીમાં વિકસેલા બાળકને ડોક્ટરોએ અપાવ્યો જન્મ
પરિસ્થિતિ વધુ જટિલ હતી કે ગર્ભાવસ્થા દરમિયાન હાથ ધરવામાં આવેલા છ અલ્ટ્રાસાઉન્ડમાં સ્થિતિ શું હતી તે શોધી શકાઈ ન હતી.
એક દુર્લભ ઘટનામાં, ખાનગી હોસ્પિટલના ડોકટરોએ ગર્ભાશયને બદલે પેટના પોલાણ (એબડોમિનલ કેવિટી)માં વિકાસ પામેલી બાળકીનો જન્મ શક્ય બનાવ્યો છે. મોટાભાગની ગર્ભાવસ્થામાં ગર્ભાશયની ફર્ટિલાઈઝ્ડ એગ પ્લેસેન્ટા વિકસે છે, જે ગર્ભાશયની દીવાલ સાથે જોડાયેલા વધતા બાળકને પોષક તત્વો અને ઓક્સિજન પૂરું પાડે છે પરંતુ આ કિસ્સામાં બાળક આંતરડા સાથે જોડાયેલું હતું.
આરોગ્ય હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત અંજલી ચૌધરીએ જણાવ્યું હતું કે જે કેસમાં ફર્ટિલાઈઝ્ડ એગ એબડોમિનલ કેવિટીની અંદર બની જાય છે. ત્યાં ગર્ભ ચારથી પાંચ મહિનાથી વધુ સમય સુધી જીવી શકે નહીં, પરંતુ આ કિસ્સામાં ગર્ભાવસ્થા પૂર્ણ થઈ અને સોમવારે સવારે સિઝેરિયન સર્જરી દ્વારા બાળકને જન્મ આપ્યો. બાળકનું વજન 2.65 કિલો છે.
પરિસ્થિતિ વધુ જટિલ હતી કે ગર્ભાવસ્થા દરમિયાન હાથ ધરવામાં આવેલા છ અલ્ટ્રાસાઉન્ડમાં સ્થિતિ શું હતી તે શોધી શકાઈ ન હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલા ગર્ભાવસ્થાના સાતમા મહિનામાં અમારી પાસે આવી હતી અને અગાઉના અલ્ટ્રાસાઉન્ડ જે તેણે તેના વતનમાં કર્યા હતા ત્યાં પણ સ્થિતિ વિશે કોઈ જાણ થઈ ન હતી. છોકરી જમણી બાજુ હતી અને તેના ડાબા મૂત્રમાર્ગ પર દબાણ વધી રહ્યું હતું. આ સ્થિતિ ખરાબ થતા પરિસ્થિતિને સંભાળવા માટે અમારે તેના મૂત્રમાર્ગમાં સ્ટેન્ટ નાખવું પડ્યું.
સ્ટેન્ટ લગાવતી વખતે ડોક્ટરોએ સમગ્ર પેટનો અલ્ટ્રાસાઉન્ડ કર્યો હતો, પરંતુ સ્થિતિ જાણી શકાતી ન હતી. જોકે, સ્કેનમાં બહાર આવ્યું કે બાળક ઉંધું હતુ. ડોક્ટરે કહ્યું કે આ પછી સી સેક્શન દ્વારા ડિલિવરીનો નિર્ણય લેવામાં આવ્યો. તે એક ગંભીર સર્જરી હતી. બાળકીને 12 કલાક સુધી ICUમાં રાખ્યા બાદ તેને સંબંધીઓને સોંપવામાં આવી હતી. માતા અને બાળક બંને સ્વસ્થ છે.