Dog Attack: ત્રણ રખડતા કૂતરાઓએ 12 વર્ષના બાળકને ઘેરીને કર્યો ભયાનક હુમલો, સારવાર દરમિયાન મોત
રાજસ્થાનના બૂંદી જિલ્લાના તીખા બરડામાં એક 12 વર્ષનો છોકરો તેના ખેતરમાં ગયો હતો
રાજસ્થાનના બૂંદી જિલ્લાના તીખા બરડામાં એક 12 વર્ષનો છોકરો તેના ખેતરમાં ગયો હતો. આ દરમિયાન ત્રણ રખડતા કૂતરાઓએ તેને ઘેરી લીધો અને હુમલો કર્યો હતો. છોકરાના માથા પર 50 થી 60 ઘા હતા. શરીર પર 22 જગ્યાએ પણ કૂતરાના હુમલાના નિશાન જોવા મળ્યા હતા. કૂતરાઓએ બાળકને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બૂંદી શહેરથી 10 કિમી દૂર તીખા બરડા ગામમાં હિંસક કૂતરાઓએ 12 વર્ષના માંગીલાલ ગુર્જર પર હુમલો કરીને તેને ફાડી ખાદ્યો હતો. વધુ લોહી વહી જવાને કારણે બાળકનું હોસ્પિટલમાં મોત થયું હતું. મેડિકલ જ્યુરિસ્ટ ડૉ. આશિષ શર્માએ જણાવ્યું હતું કે કૂતરાઓએ બાળકની મુખ્ય ધમનીને બે ભાગમાં કાપી નાખી હતી. આમાંથી ઘણું લોહી વહી ગયું હતું. તેને બચાવી શકાયો ન હતો.
માથું અને પગ જડબાથી પકડીને ખેંચી ગયા
તીખા બરડા ગામના ભોજરાજ ગુર્જરના પુત્ર માંગીલાલ ગુર્જર રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ ખેતરે જવા નીકળ્યો હતો. રસ્તામાં તેને ત્રણ કૂતરાઓએ ઘેરી લીધો. કૂતરાઓએ હુમલો કર્યો ત્યારે માંગીલાલના પરિવારના સભ્યો ખેતરમાં હાજર હતા. તેઓએ લાકડીની મદદથી બાળકને કૂતરાથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. કૂતરાઓના હુમલાની જાણકારી મળતા માંગીલાલના પિતા દોડી આવ્યા હતા અને ઘણી મહેનત પછી કૂતરાઓને હટાવવામાં આવ્યા હતા. કૂતરાઓનો હુમલો એટલો ભયાનક હતો કે બાળકના માથા પર 50 થી 60 ઘા મળી આવ્યા છે. તેના માથાનો અડધો ભાગ ગાયબ હતો. ખભા અને પગમાં પણ કટ હતા. કૂતરાઓ તેમના જડબા વડે તેનું માથું અને પગ પકડીને ખેંચી ગયા હતા.
નર્સિંગ સ્ટાફ પણ જોઈ શક્યો નહીં
બાળક કૂતરાઓથી બચવા દોડતો રહ્યો. કૂતરાઓએ તેને ઘેરી લીધો અને નીચે પાડી દીધો હતો. ખેતરમાં પહોંચતા જ પરિવારના સભ્યોએ કૂતરાઓનો પીછો કર્યો અને માંગીલાલને ગંભીર હાલતમાં લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસના મતે મૃતક છોકરાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. કૂતરાના આતંકથી ગ્રામજનો ડરી ગયા છે. બાળકોને બહાર રમવા જવા દેવામાં ડર લાગી રહ્યો છે.
Join Our Official Telegram Channel: