શોધખોળ કરો
Advertisement
કોરોના લોકડાઉન: ડોમેસ્ટિક ફ્લાઈટ પર લગાવેલ પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવાયો
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 800ને પાર કરી ગઈ છે અને 17 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: દેશમાં વધી રહેલા કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લેતા 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોની સુરક્ષા માટે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ 31 માર્ચ સુધી રદ કરી દેવામાં આવી હતી. જેને હવે વધારીને 14 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે.
આ પહેલા કેંદ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ 14 એપ્રિલ સુધી પ્રતિબંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગરુવારે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને પોતાના નિર્ણયમાં કહ્યું કે 19 માર્ચના રોજ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેશન્સ સસ્પેન્ડ કરવા અંગે એક સર્કુલર જાહેર કરવામાં આવ્યો હતો. હવે પ્રતિબંધ 14 એપ્રિલના રાત 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ કાર્ગો ફ્લાઈટ્સ પર લાગુ થશે નહીં.
કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા રોજબરોજ વધી રહી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 800ને પાર કરી ગઈ છે અને 17 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement