શોધખોળ કરો

PM Modi Residence: PM નિવાસસ્થાન પર ડ્રોનની માહિતીથી ખળભળાટ, SPG અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે (3 જુલાઈ) સવારે લગભગ 5 વાગ્યે, એક વ્યક્તિએ પીએમ હાઉસ પર કંઈક ઉડતું જોઈને કોલ કર્યો, જેના પછી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ થઈ ગઈ.

Drone Over PM Residence: નવી દિલ્હીના ઉચ્ચ સુરક્ષા અને નો ફ્લાઈંગ ઝોનમાં સ્થિત વડા પ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવવાના PCR કોલથી હલચલ મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે (3 જુલાઈ) સવારે લગભગ 5 વાગ્યે, એક વ્યક્તિએ પીએમ હાઉસ પર કંઈક ઉડતું જોઈને કોલ કર્યો, જેના પછી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ થઈ ગઈ.

માહિતી બાદ એસપીજીએ તપાસ શરૂ કરી હતી પરંતુ આ દરમિયાન કંઈ મળ્યું નહોતું, ત્યારબાદ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વડાપ્રધાનનું નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર આવેલું છે અને સમગ્ર વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન હેઠળ આવે છે.

એટીસીનો પણ સંપર્ક કર્યો

દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે તપાસ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "નવી દિલ્હી ડિસ્ટ્રિક્ટ (NDD) ના કંટ્રોલ રૂમને PMના નિવાસસ્થાનની નજીક એક અજાણી ઉડતી વસ્તુ વિશે માહિતી મળી હતી. આસપાસના વિસ્તારોમાં વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી પરંતુ આવી કોઈ વસ્તુ મળી નથી." એર ટ્રાફિક કંટ્રોલ રૂમ (ATC) )નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ પીએમના નિવાસસ્થાન નજીક આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી.

વડાપ્રધાનના નિવાસસ્થાને પ્રવેશ 9, લોક કલ્યાણ માર્ગથી છે. પ્રથમ કાર પાર્કિંગમાં મૂકવામાં આવે છે, પછી વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી સુરક્ષા તપાસ કરવામાં આવે છે. જે પછી વ્યક્તિ 7, 5, 3 અને 1 લોક કલ્યાણ માર્ગમાં એન્ટ્રી લે છે. તમને જણાવી દઈએ કે, પીએમના નિવાસસ્થાને પહોંચવા માટે સુરક્ષા તપાસ એટલી કડક છે કે જો તેમના પરિવારના કોઈ સભ્ય પણ આવે છે તો તેમને પણ આ ચેકમાંથી પસાર થવું પડે છે. વડાપ્રધાન આવાસમાં કોઈપણ વ્યક્તિની એન્ટ્રી લેતા પહેલા સચિવો વતી મુલાકાત લેનારાઓની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિઓનું નામ યાદીમાં હશે તેઓ ત્યાં જ મળી શકશે. આ સાથે જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા જઈ રહી છે તેની પાસે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે.

ભારતના વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બંગલો નંબર 7 છે, જે રાજધાની દિલ્હીના લ્યુટિયન ઝોનના લોક કલ્યાણ માર્ગ પર સ્થિત છે. વડા પ્રધાનના નિવાસસ્થાનનું સત્તાવાર નામ 'પંચવટી' છે. તે 5 બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યો છે. 7 લોક કલ્યાણ માર્ગ (અગાઉ 7 RCR) પર રહેતા પ્રથમ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. તેઓ 1984માં અહીં આવ્યા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Embed widget