શોધખોળ કરો
Advertisement
હરિયાણા: દુષ્યંત ચૌટાલાએ કહ્યું- 'જે સન્માન આપશે તેને સમર્થન'
હરિયાણામાં નવી સરકારમાં સામેલ થવાને લઈને કિંગ મેકર બનેલા દુષ્યંત ચૌટાલાએ મોટા સંકેત આપ્યા છે.
નવી દિલ્હી: હરિયાણામાં નવી સરકારમાં સામેલ થવાને લઈને કિંગ મેકર બનેલા દુષ્યંત ચૌટાલાએ મોટા સંકેત આપ્યા છે. દુષ્યંત ચૌટાલએ સાફ કર્યું છે કે કૉંગ્રેસ અને ભાજપમાંથી જે તેમને સન્માન આપશે તેઓ તેમને સમર્થન આપશે. આ સાથે જ દુષ્યંત ચૌટાલએ કહ્યું તેઓ સરકારમાં ભાગીદારી માટે જ કોઈ પાર્ટીને સમર્થન આપશે.
દુષ્યંત ચૌટાલએ કહ્યું 'જેજેપીના ધારાસભ્યોએ મને પોતાને નેતા પંસદ કર્યો છે. મને કોઈ પાર્ટી સાથે વટાઘાટ કરવાનો અધિકાર નથી. જે પાર્ટી સમ્માન આપશે અમે તેને સમર્થન આપવા પર વિચાર કરશું. અમારૂ કામ હરિયાણાની જનતાના મુદ્દાઓ ઉઠાવવાનું છે. અમે કૉમન મિનિમમ પ્રોગ્રામના મુજબ નવી સરકારને સમર્થમ આપશું.'Dushyant Chautala, JJP: The party which will agree to our Common Minimum Program under which we had taken the resolution of 75% jobs reservation for Haryanvis, & that of Chaudhary Devi Lal's idea of old age pension, JJP will give its support to that party. #HaryanaAssemblyPolls pic.twitter.com/yUkUTOOpoh
— ANI (@ANI) October 25, 2019
દુષ્યંત ચૌટાલાએ ભાજપની સાથે જવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું, જે પાર્ટી હરિયાણાને એક સારી અને મજબૂત સરકાર આપી શકે છે અમે તેની સાથે જવા પર વિચાર કરી રહ્યા છીએ. કેટલાક સાથીઓએ ભાજપ સાથે જવાની વાત કરી છે, જ્યારે કેટલાક સાથીઓએ કૉંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે. પરંતુ જે પાર્ટી સન્માન આપશે અને જનતાના હિત માટે કામ કરવાની વાત કરશે અમે તેની સાથે જઈશું. જેજેપી હરિયાણામાં ત્રીજા નંબરની પાર્ટી બનીને ઉભરી છે અને તેમના ખાતામાં કુલ 10 બેઠકો છે.Dushyant Chautala, Jannayak Janta Party (JJP): Taking all these into consideration we have decided that we will stand with somebody strong and stable. We can support anybody. We are yet to talk to any of the parties. https://t.co/6WkrkJpxUE
— ANI (@ANI) October 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement