શોધખોળ કરો
Advertisement
દુષ્યંતના પિતા અજય ચૌટાલા બે સપ્તાહ માટે આવશે જેલની બહાર
ભાજપ સાથે નવી સરકાર બનાવવાની ડીલમાં પોતાની પાર્ટી માટે નાયબ મુખ્યમંત્રીનું પદ હાંસલ કરી લીધું હતું.
નવી દિલ્હીઃ હરિયાણાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના વડા દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાને બે સપ્તાહ માટે ફરલો (જેલમાંથી રજા) મળી ગયું છે. તે આજે સાંજે અથવા રવિવારે સવારે જેલમાંથી બહાર આવી શકે છે. તે હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. બે દિવસ અગાઉ 24 ઓક્ટોબરના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા જેમાં દુષ્યંત ચૌટાલાની પાર્ટીના 10 ઉમેદવારો જીત્યા હતા. ત્યારબાદ ભાજપ સાથે નવી સરકાર બનાવવાની ડીલમાં પોતાની પાર્ટી માટે નાયબ મુખ્યમંત્રીનું પદ હાંસલ કરી લીધું હતું.
અજય ચૌટાલા હરિયાણામાં જૂનિયર બેસિક ટ્રેડ ટીચર ભરતી કૌભાંડ મામલામાં જેલ થઇ હતી. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઇન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલા અને તેમના દીકરા અજય ચૌટાલાના સીબીઆઇના સ્પેશ્યલ કોર્ટે 10-10 વર્ષની સજા કરાઇ હતી. આ કૌભાંડમાં કુલ 55 લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.Tihar DG: Ajay Chautala (father of Jannayak Janta Party leader Dushyant Chautala) has been granted furlough and will be out today evening or tomorrow morning. He has been granted furlough for two weeks. pic.twitter.com/q8gYg8mq5i
— ANI (@ANI) October 26, 2019
Dushyant Chatala, JJP leader on his father Ajay Chautala being granted furlough: He has been granted 14-day furlough after model code of conduct ended yesterday. Is parivartan ki neev ke andaar woh humare kandho ko taqat denge toh mera liye usse badi khushi ki baat kuch nahi hai. pic.twitter.com/V59bi1vMWw
— ANI (@ANI) October 26, 2019
આ વર્ષે જૂનમાં તિહાડ જેલમા ચેકિંગ દરમિયાન અજય ચૌટાલા પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ગુપ્ત સૂચનાના આધાર પર પોલીસે કાર્યવાહી કરી હતી અને તેમની પાસેથી ફોન જપ્ત કર્યો હતો. નોંધનીય છે કે દોષિત અડધાથી વધુ સમય સુધી જેલની સજા કાપી ચૂક્યો હોય તેને વર્ષમાં ચાર સપ્તાહ સુધી ફરલો આપવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion