શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લદાખમાં ભૂકંપના આંચકા, જમીનથી 25 કિલોમીટર નીચે હતું કેંદ્ર
લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જણાવવામાં આવ્યું છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે.
નવી દિલ્હી: દેશમાં સતત ભૂકંપના આંચકા આવવાનું શરૂ છે. આજે જ દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયાના સમાચાર આવ્યા હતા અને હવે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જણાવવામાં આવ્યું છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. ભૂકંપનું કેંદ્ર જમીનની 25 કિલોમીટર નીચે હતું જેના કારણે કોઈ જાનમાલને નુકશાનના સમાચાર સામે નથી આવ્યા.
જાણકારી મળી છે કે લદાખમાં ભૂકંપના આંચકા જે જગ્યા પર આવ્યા તેમાં એ સ્થાન પણ સામેલ છે જ્યાં ભારત અને ચીન વચ્ચે ગત 15 જૂને હિંસક અથડામણ થઈ હતી. પરંતુ આ ભૂકંપનું કેંદ્ર જમીનથી ખૂબ જ નીચે હોવાના કારણે કોઈપણ પ્રકારના નુકશાનની જાણકારી સામે નથી આવી.
આ સિવાય મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને તેની તીવ્રતા રિક્ટર સ્કલેમાં 3.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ મેઘાલયના તુરાથી 79 કિલોમીટર પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઉલ્લેખીય છે કે આજે દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 રેકોર્ડ કરવામાં આવી હતી. ભૂકંપનું કેંદ્ર બિંદુ હરિયાણાના રોહતકમાં હતું. જમીનની અંદર આઠ કિલોમીટર નીચે ભૂકંપનું કેંદ્ર જણાવવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion