શોધખોળ કરો
Advertisement
દિલ્હી-એનસીઆરમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો આવતાં લોકોની હાલત કફોડી, જાણો કેટલી હતી તીવ્રતા ?
દિલ્હીમાં આજે ભૂકંપના આંચકા આવતાં લોકો ફફડી ગયાં હતા. છેલ્લા 24 કલાકની અંદર દિલ્હીમાં આ બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
નવી દિલ્હીઃ કોરોનાવાયરરસના કારણે જાહેર થયેલા લોકડાઉનના કારણે લોકો ઘરોમાં ભરાયેલા છે ત્યારે દિલ્હીમાં આજે ભૂકંપના આંચકા આવતાં લોકો ફફડી ગયાં હતા. છેલ્લા 24 કલાકની અંદર દિલ્હીમાં આ બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઈ છે. સોમવારે બપોરે એક વાગ્યે 26 મીનિટ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેંદ્ર દિલ્હીમાં જ હતું. આ ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના પ્રાથમિક અહેવાલ નથી. સતત બીજા દિવસે ભૂકંપ આવતા લોકો ચિંતામાં છે.
આ પહેલા રવિવારે દિલ્હી તથા નેશનલ કેપિટલ રીજિયન (એનસીઆર) વિસ્તારમાં સાંજે રીક્ટર સેક્લ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. થોડીક સેંકડો માટે અનુભવાયેલા આ આંચકાએ લોકોને ગભરાવી મૂક્યા હતા. સદનસીબે લોકો સંયમ દાખવીને ઘરોમાં રહેતાં કોઈ અરાજકતા કે અફડાતફડી નહોતી સર્જાઇ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement