Earthquake: નવા વર્ષના પહેલા દિવસે સતત બીજો ભૂકંપ, દિલ્હી પછી બંગાળની ખાડીમાં અનુભવાયા ભૂકંપના ઝટકા
ભૂકંપના ઝટકા લગભગ સવારે 11 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા, આ પહેલા સવારે દિલ્હીમાં અને હરિયાણાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા,
Earthquake In Bay of Bengal: રાજધાની દિલ્હી બાદ હવે બંગાળની ખાડીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે, નેશનસ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (National center for seismology) અનુસાર, રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે, ભૂકંપના કારણે કોઇપણ પ્રકારની જાનહાનિ કે માલહાનિ થઇ નથી.
ભૂકંપના ઝટકા લગભગ સવારે 11 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા, આ પહેલા સવારે દિલ્હીમાં અને હરિયાણાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, નવા વર્ષની શરૂઆતમાં આજે સતત આ બીજી જગ્યાએ ભૂકંપ આવ્યો હોવાની માલૂમ પડ્યુ છે.
Earthquake of Magnitude:4.5, Occurred on 01-01-2023, 10:57:11 IST, Lat: 17.55 & Long: 93.49, Depth: 36 Km ,Location: Bay of Bengal, for more information Download the BhooKamp App https://t.co/6A0AdXtjOV@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES @OfficeOfDrJS @PMOIndia pic.twitter.com/QMVt5bkOOu
— National Center for Seismology (@NCS_Earthquake) January 1, 2023
Earthquake: નવા વર્ષના પહેલા જ દિવસે ભૂકંપના ઝટકા, દિલ્હી અને હરિયાણીની ધરતી ધ્રૂજી -
Earthquake in Delhi: નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિસવે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના (Earthquake) ઝટકા અનુભવાયા, નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (National center for seismology)એ ભૂકંપની તીવ્રતા માપી. સેન્ટરે બતાવ્યુ કે, ભૂકંપની તીવ્રતા 3.8 રહી, જોકે, આ ઝટકાથી કોઇ જાન-માલને હાનિ પહોંચી નથી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (NCS) અનુસાર, રવિવાર (01-01-2023) મોડી રાત્રે 1:19 વાગે હરિયાણાના જિજ્જરના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપ આવ્યો, જેની ઉંડાઇ જમીનથી 5 કિમી નીચે હતી. સેન્ટરમાથી મળેલા રીડિંગ અનુસાર, ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 3.8 હતી, આનાથી દિલ્હી-એનસીઆરના કેટલાય વિસ્તારોમાં ધરતી ધ્રુજી હતી.
આ પહેલા 12 નવેમ્બરે આવેલા ભૂકંપની તીવ્રતા રિએક્ટ સ્કેલ પર 5.4 હતી, જે નેપાલમાં સાંજે લગભગ 7:57 વાગે આવ્યો હતો, નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ કહ્યું હતુ કે, ભૂકંપની ઉંડાઇ જમીનથી 10 કિમી નીચે હતી.
Earthquake of Magnitude:3.8, Occurred on 01-01-2023, 01:19:42 IST, Lat: 28.71 & Long: 76.62, Depth: 5 Km ,Location: 12km NNW of Jhajjar, Haryana for more information Download the BhooKamp App https://t.co/QVSUrTSmuX pic.twitter.com/SAgjRl6hNo
— National Center for Seismology (@NCS_Earthquake) December 31, 2022
Earthquake in Mandi: વર્ષના અંતિમ દિવસે હિમાચલમાં ધરતી હલી, આવ્યો 2.8 તીવ્રતાનો ભૂંકપનો ઝટકો -
Earthquake in Himachal: વર્ષ 2022 ના અંતિમ દિવસે હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર ધરતી હલી છે, અહીં આવેલા ભૂકંપના ઝટકાની રિએક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8 માપવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા જિલ્લા મંડીના નાલૂમાં આવ્યા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.80 માપવામાં આવી છે. ભૂકંપ સવારે 5 વાગીને 51 મિનીટ પર આવ્યો છે. આ ભૂકંપના ઝટટકા જમીનની અંદર પાંચ કિલોમીટર અંદર આવ્યા. જોકે, રાહતની વાત એ છે કે, આ ભૂકંપના કારણે કોઇ જાન-માલને નુકશાન નથી પહોંચ્યુ.
16 નવેમ્બરે પણ મંડીમાં આવ્યો હતો ભૂકંપ -
આ પહેલા 16 નવેમ્બરે પણ મંડી અને કુલ્લૂમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, 3 ડિસેમ્બરે ચંબામાં રાત્રે 12:38 પર ભૂકંપ આવ્યો હતો, 16 ડિસેમ્બરે પણ કિન્નોરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, તે સમયે ભૂકંપની તીવ્રતા 3.40 માપવામાં આવી હતી.