શોધખોળ કરો

Delhi Earthquake: દિલ્હી-NCR માં ભૂકંપ, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 

દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 હતી. ઉત્તર દિલ્હીના લોકોએ બપોરે 3.36 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

Delhi Earthquake: દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 હતી. ઉત્તર દિલ્હીના લોકોએ બપોરે 3.36 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તેનું કેન્દ્ર ઉત્તર દિલ્હીમાં જમીનની સપાટીથી 10 કિમી નીચે હતું.થોડા દિવસો પહેલા પશ્ચિમ નેપાળમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ દિલ્હી NCR અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા 3 ઓક્ટોબરે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તે સમયે ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.

રાજધાની દિલ્હી અને NCR ક્ષેત્ર ઝોન IV હેઠળ આવે છે. ભૂકંપના કારણે આ વિસ્તાર વધુ જોખમી માનવામાં આવે છે.

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.

વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
 
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે ?

7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.  
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.  
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget