Election 2024 Live Update: અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે કરી ધૂળેટીની ઉજવણી
Election 2024 Live Update: ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે. જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે.
LIVE
Background
Election 2024 Live Update: લોકસભા પહેલા પ્રદેશ ભાજપને મોટો ઝટકો લાગી શકે છે . ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે. જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે. જવાહર ચાવડા કૉંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
નોંધનીય ચે કે, લોકસભાની ચૂંટણી જાહેર થયાને 8 દિવસ થઈ ગયા છે. તેની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી પણ આવી રહી છે ત્યારે ભાજપે અને કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ચાર દિવસથી જવાહર ચાવડાની ઘર વાપસીએ જોર પકડ્યું છે.
થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા પેટાચૂંટણી કરવી પડી હતી અને અત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઇન કરતા પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણી કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારી નથી. બીજી બાજુ આ સીટ પરથી લડવા માટે જવાહર ચાવડા તત્પર છે. જેથી તેઓ ભાજપથી નારાજ છે અને નવાજૂની કરવાના મૂડમાં હોય એમ લાગી રહ્યું છે.
14 માર્ચના રોજ માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી. આ સાથે જ તેમની નારાજગીની ચર્ચાઓ શરૂ થઈ હતી.
હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. જવાહર ચાવડા આવે છે અને આવે છે ની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહોતા. છેલ્લા કેટલાક વખતથી નારાજ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ કંઈક નવાજૂની થાય તેવાં એંધાણના વર્તારા છે.
કેજરીવાલની ધરપકડથી AAP ધૂળેટીની ઉજવણી કરશે નહીં.
આમ આદમી પાર્ટી ધૂળેટીની ઉજવણી કરશે નહીં. કેજરીવાલની ધરપકડથી AAP ધૂળેટીની ઉજવણી કરશે નહીં. ઇસુદાન ગઢવીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે. ભાજપે ઈલેક્ટોરલ બોન્ડના નામે ફાળો ઉઘરાવ્યો છે. મુદ્દો ભટકાવવા કેજરીવાલની ધરપકડ કરાવી છે. જેલમાંથી પણ કેજરીવાલ સરકાર ચલાવશે તેવો વિશ્વાસ છે.
હોળીના રંગમાં રંગાયેલા વિસાવદરના પૂર્વ MLA
હોળીના રંગમાં રંગાયેલા વિસાવદરના પૂર્વ MLA ભુપત ભાયાણીએ કહ્યું કે ગુજરાતમાં એક માત્ર કેસરીયો રંગ જ ચાલે છે. દેશમાં ભગવો રંગ છવાયેલો રહેશે. આમ આદમી પાર્ટીમાં કોઈ રંગ હતો જ નહી. હું AAPમાં હતો ત્યારે પણ મારા મગજમાં ભગવો રંગ જ હતો. જવાહર ચાવડાની નારાજગી મુદ્દે ભુપત ભાયાણીએ કહ્યું કે જવાહર ચાવડા અમારા કદાવર નેતા છે. મને નથી લાગતું કે જવાહર ચાવડા પાર્ટી છોડે. જવાહર ચાવડાના જે કઈ પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવે તેવી આશા છે.
ભાવનગર ભાજપ MLA જીતુ વાઘાણી રંગાયા હોળીના રંગમાં
ભાવનગર ભાજપ MLA જીતુ વાઘાણી હોળીના રંગમાં રંગાયા હતા. તેમણે સમર્થકો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં વિરોધીઓનો સફાયો થશે. આ લોકસભાની ચૂંટણીમાં NDA 400 બેઠકને પાર થશે. રામના રંગે રંગાવું હોય તો દેશમાં ભાજપ જરૂરી છે.
આણંદથી ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે કરી ધૂળેટીની ઉજવણી
આણંદથી ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે ધૂળેટીની ઉજવણી કરી હતી. વિદ્યાનગરના ખાનગી પ્લોટમાં ધૂળેટીની ઉજવણીમાં MLA યોગેશ પટેલ, કાંતિભાઈ સોઢા પણ હાજર રહ્યા હતા. મિતેશ પટેલે કહ્યું કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાએ કૉંગ્રેસે તેની વિચારધારા વ્યક્ત કરી હતી. કૉંગ્રેસના નારાજ નેતાઓ ભાજપના રંગમાં રંગાયા છે. કાંતિભાઈ સોઢા છેલ્લા દોઢ વર્ષથી ભાજપમાં જોડાયા છે.
હોળીના રંગમાં રંગાયેલા મનસુખ વસાવાનો મોટો દાવો
હોળીના રંગમાં રંગાયેલા મનસુખ વસાવાએ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણીમાં ભરૂચ લોકસભા પણ કેસરીયા રંગમાં રંગાશે. કેસરિયા રંગથી પ્રભાવિત થઈ લોકો ભાજપમાં જોડાયા છે.ચૈતર વસાવાના સ્લોગન પર મનસુખ વસાવાએ કહ્યું કે ઘેર ઘેર દીકરો જાય કે ઘેર ઘેર બાપ જાય કોઈ ફરક નથી પડતો. અમે નાટકબાજીમાં નથી માનતા