શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અશોક લવાસાએ ચૂંટણી કમિશનર પદ પરથી રાજીનામું આપ્યું, ટૂંક સમયમાં ADB ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળશે
ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ટૂંક સમયમાં એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) ના ડેપ્યુટી ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે.
નવી દિલ્હી : ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ટૂંક સમયમાં એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) ના ડેપ્યુટી ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. પંચના સૂત્રોએ આ માહિતી આપી હતી.
લવાસા ચૂંટણી પંચના આગામી વડા બનવાની તૈયારીમાં હતા. સૂત્રોએ જણાવ્યું છે કે લવાસાએ રાજીનામું રાષ્ટ્રપતિ ભવનને મોકલ્યું છે અને 31 ઓગષ્ટે તેમને કાર્યમુક્ત કરવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ થોડા સમયમાં ફિલીપીન સ્થિત એડીબીમાં પદ ગ્રહણ કરશે.
જણાવી દઈએ કે પૂર્વ નાણાં સચિવની જાન્યુઆરી 2018 માં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લવાસા પાસે ઓસ્ટ્રેલિયામાં દક્ષિણી ક્રોસ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી, અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી રક્ષા અને સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં એમફિલની ડિગ્રી છે. તેમણે અંગ્રેજીમાં બી.એ. ઓનર્સ અને દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion