Election Results 2023 Live: 'આજનો દિવસ ઐતિહાસિક, વિજય અદભૂત અને અવિશ્વસનીય', -બીજેપી હેડક્વાર્ટમાં પીએમ મોદી
Assembly Election Result 2023 Live: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે. એબીપી ન્યૂઝ તમને ક્ષણે ક્ષણે લાઇવ અપડેટ્સ આપી રહ્યું છે.
LIVE

Background
પીએમ મોદી હેડક્વાર્ટર પહોંચ્યા
ત્રણ રાજ્યોમાં જીતની ઉજવણી કરવા માટે પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બમ્પર જીતની ઉજવણી ભાજપના મુખ્યાલયમાં કરવામાં આવી રહી છે. આ જીતની ઉજવણીમાં ભાગ લેવા માટે પીએમ મોદી પણ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા છે.
અશોક ગેહલોતે રાજ્યપાલને રાજીનામું સોંપ્યુ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સાંજે રાજસ્થાનના રાજ્યપાલને રાજીનામું સોંપ્યુ છે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસની હાર બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રાને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ભાજપે રાજ્યમાં અત્યાર સુધીમાં 104 બેઠકો જીતી છે અને 11 બેઠકો પર આગળ છે.
'હું કામરેડ્ડીથી ધારાસભ્ય બન્યો છું', કેવી રમણ રેડ્ડીએ કેસીઆર અને રેવંત રેડ્ડીને હરાવ્યા બાદ બોલ્યા
કામરેડ્ડી સીટ પરથી સીટીંગ સીએમ કે ચંદ્રશેખર રાવ અને રાજ્ય કોંગ્રેસના પ્રમુખ રેવન્ત રેડ્ડીને હરાવવા પર ભાજપના નેતા કટ્ટીપલ્લી વેંકટ રમણ રેડ્ડીએ કહ્યું, "મેં બંનેને સામાન્ય ઉમેદવાર તરીકે લીધા હતા. લોકોએ મને ખૂબ સમર્થન આપ્યું અને તેથી જ હું અહીંથી જીત્યો. હું કામરેડ્ડીથી ધારાસભ્ય બન્યો છું. હું કહેવા માંગુ છું કે હું માત્ર 65,000 મતદારોનો ધારાસભ્ય નથી, પરંતુ હું 4 લાખ લોકોનો ધારાસભ્ય છું."
તેલંગાણા વિશે પીએમ મોદી શું બોલ્યા
પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપને સમર્થન કરવા બદલ તેલંગણાની મારી પ્રિય બહેનો અને ભાઈઓનો આભાર. , છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમર્થન વધી રહ્યું છે અને આવનારા સમયમાં યથાવત રહેશે. તેલંગણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું ભાજપના દરેક કાર્યકર્તાની મહેનતની પ્રશંસા કરું છું.
'જનતા-જનાર્દનને નમન...' - પીએમ મોદીનું શુભેચ્છા સંદેશ
PM મોદીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગણાની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે નિરંતર કામ કરવાનું ચાલુ રાખીશું.
તેમણે કહ્યું હતું કે “આ પ્રસંગે, પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર! તમે બધાએ એક અદભૂત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકો વચ્ચે પહોંચાડી છે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. અમે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે ભારતને વિજયી બનાવવું છે. આજે આપણે સાથે મળીને આ દિશામાં મજબૂત પગલું ભર્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
