(Source: ECI/ABP News/ABP Majha)
Elections 2022 Voting Live: પંજાબમાં 63.44 ટકા મતદાન, યૂપીમાં 57 ટકાથી વધુ મતદાન
Elections 2022: ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે વોટિંગ થઈ રહ્યું છે.
LIVE
Background
Elections 2022: ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે વોટિંગ થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો પર જ્યારે પંજાબમાં તમામ 117 બેઠકો પર રવિવારે મતદાન થઈ રહ્યું છે.
પંજાબમાં 63.44 ટકા મતદાન
Elections 2022 Voting Live: પંજાબમાં 63.44 ટકા મતદાન થયું છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં 57 ટકાથી વધુ મતદાન નોંધાયું છે.
પંજાબમાં 63.44 ટકા મતદાન
બપોરે 3 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન
બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પંજાબમાં 49.81 ટકા અને ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં 48.818 ટકા મતદાન થયું છે.
બપોરે 1 વાગ્યા સુધીમાં કેટલું મતદાન
બપોરે એક વાગ્યા સુધીમાં પંજાબમાં 34.01 ટકા અને ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં 35.88 ટકા મતદાન થયું છે.
મતદાનની ગુપ્તતાના ભંગ બદલ કાનપુરના મેયર સામે એફઆઈઆર
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 59 સીટ પર મતદન ચાલી રહ્યું છે. કાનપુરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને મેયર પ્રમિલા પાંડેએ ચૂંટણી પંચના નિયમોનો ભંગ કરીને મતદાન કરતી વખતે તેમનો ફોટો ખેંચ્યો હતો. પ્રમિલા પાંડેએ આમ કરીને મતદાનની ગુપ્તતાનો ભંગ કરીને આ ફોટો તેના સત્તાવાર ફેસબુક પેજ પર પણ પોસ્ટ કર્યો. આ મામલાની નોંધ લેતા, ચૂંટણી પંચે તેમની સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું કે પ્રમિલા પાંડે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.