Electoral Bonds Case: SBIને સુપ્રીમ કોર્ટની નોટિસ, CJIએ પૂછ્યું- ચૂંટણી પંચને આપેલા ડેટામાં બોન્ડ નંબર કેમ નથી?
Electoral Bonds Case:સુપ્રીમ કોર્ટે આ મામલે SBI પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે.
Electoral Bonds Case: ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરેલા ચૂંટણી બોન્ડ પરના સીલબંધ પરબિડીયાઓને પરત કરવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે SBIને પૂછ્યું હતું કે તેમણે ઇલેક્ટોરલ બોન્ડના નંબરો કેમ જાહેર કર્યા નથી, જેનાથી દાતા અને રાજકીય પક્ષો વચ્ચેની લિંકને ઓળખ થઇ શકે. સુપ્રીમ કોર્ટે આ મામલે SBI પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે.
Electoral Bonds: Supreme Court says SBI has not disclosed the numbers of the electoral bonds, which it had to do https://t.co/s5Jfkv8J1f
— ANI (@ANI) March 15, 2024
Supreme Court says the judgment of the Constitution bench clarified that all details of electoral bonds will be made available including date of purchase, name of purchaser, and the denomination.
Supreme Court says SBI has not disclosed the electoral bonds (unique alphanumeric… — ANI (@ANI) March 15, 2024
સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે (15 માર્ચ, 2024) ચૂંટણી બોન્ડ કેસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે તેણે વર્ષ 2019 પહેલા રાજકીય પક્ષો પાસેથી મળેલા દાનની માહિતી સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટને આપી હતી. તેની નકલ તેણે રાખી ન હતી.
સુપ્રીમ કોર્ટે તેના પર કહ્યું કે તેને ચૂંટણી પંચને પરત કરવામાં આવશે. તે પહેલા તેને સ્કેન કરવામાં આવશે અને તેની ડિજિટલ કોપી સુપ્રીમ કોર્ટ પાસે રાખવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે એ હકીકત પર સવાલ ઉઠાવ્યા કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જે આંકડાઓ ચૂંટણી પંચને આપ્યા છે તેમાં બોન્ડ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેનો તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો હતો.
SBIએ ઠપકો આપ્યો
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેન્કને ચૂંટણી બોન્ડ્સ પર સંપૂર્ણ ડેટા શેર ન કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો. આ સ્કીમને રદ કરતી વખતે કોર્ટે SBIને છેલ્લા 5 વર્ષમાં કરાયેલા દાનની તમામ વિગતો શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ચૂંટણી પંચે અરજી કરી હતી.
5 જજોની વિશેષ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી સોમવારે (18 માર્ચ) થશે. સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ ખરીદનારા તમામ લોકોની માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. તેમજ ચૂંટણી પંચને આ તમામ માહિતી પોતાની વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે તેના અમલીકરણ અંગેના આદેશમાં સુધારા અંગે અરજી દાખલ કરી છે, તેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ચૂંટણી પંચ શું ઈચ્છે છે?
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આપેલા આદેશમાં સુધારો કરવાની માંગ કરી છે. આમાં, આદેશના ઓપરેટિવ ભાગમાં કેટલીક સ્પષ્ટતા અથવા સુધારો માંગવામાં આવ્યો છે. જો કે તેની વિસ્તૃત માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.
આ મોટી કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ લીધા હતા
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો, રાજકીય પક્ષોને મદદ કરવાના નામે જે કંપનીઓએ મહત્તમ સંખ્યામાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ અને વેદાંત લિમિટેડ. એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્મા જેવી કંપનીઓના નામ સામેલ છે.