Electoral Bonds: સુપ્રીમની લાલ આંખ બાદ SBIએ યૂનિક નંબર સહિત ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો આપી
Electoral Bonds Case: સ્ટેટ બેંકના ચેરમેને ગુરુવારે (21 માર્ચ) ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં 18 માર્ચે આપવામાં આવેલા આદેશનું પાલન કરવામાં આવ્યું છે.
Electoral Bonds Case: સ્ટેટ બેંકના ચેરમેને ગુરુવારે (21 માર્ચ) ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં 18 માર્ચે આપવામાં આવેલા આદેશનું પાલન કરવામાં આવ્યું છે. ખરીદેલા અને કેશ કરાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડ વિશેની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને પૂરી પાડવામાં આવી છે.
Electoral Bonds: State Bank of India (SBI) Chairman files compliance affidavit in Supreme Court saying that all details of Electoral Bonds, including the alphanumeric numbers, have been disclosed to the Election Commission.
On March 21, 2024, the SBI provided /disclosed all… pic.twitter.com/6D2UC0QjDH— ANI (@ANI) March 21, 2024
એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ બોન્ડના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે SBIને એફિડેવિટ દાખલ કરવા માટે 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. 18 માર્ચે, સુપ્રીમ કોર્ટે SBIને તેના દ્વારા રાખવામાં આવેલા ચૂંટણી બોન્ડની તમામ વિગતો જાહેર કરવા કહ્યું હતું.
એફિડેવિટ અનુસાર, SBIએ આ માહિતી ECને આપી હતી
- બોન્ડ ખરીદનારનું નામ
- બોન્ડ નંબર અને રકમ
- બોન્ડ કેશ કરનાર પક્ષનું નામ
- રાજકીય પક્ષના બેંક ખાતાના છેલ્લા 4 નંબર
- કેશ કરાવેલા બોન્ડનો નંબર અને તેની રકમ
SBIએ સુપ્રીમ કોર્ટમાં પોતાના સોગંદનામામાં શું કહ્યું?
એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોના સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર અને KYC માહિતીને સાર્વજનિક કરવામાં આવી રહી નથી, કારણ કે તે ખાતાની સુરક્ષા (સાયબર સુરક્ષા) પર અસર કરી શકે છે. તેવી જ રીતે સુરક્ષાના કારણોસર બોન્ડ ખરીદનારાઓની KYC પણ જાહેર કરવામાં આવી નથી. આવી માહિતી સિસ્ટમમાં આપવામાં આવતી નથી.
SBIએ આદેશનું સંપૂર્ણ પાલન કર્યું નથી
બેંકના ચેરમેને સુપ્રીમ કોર્ટને કહ્યું કે હવે તેમની પાસે KYC વિગતો અને સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર સિવાય ચૂંટણી બોન્ડ સંબંધિત અન્ય કોઈ માહિતી નથી. યૂનિક આલ્ફાન્યૂમેરિક નંબર બોન્ડને ઓળખવામાં મદદ કરે છે કે તે કયા પક્ષને ગયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નંબરને રોકીને, SBIએ 11 માર્ચના આદેશનું સંપૂર્ણ પાલન કર્યું નથી, જેમાં તેને ચૂંટણી બોન્ડની તમામ વિગતો જાહેર કરવા કહ્યું હતું.