શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, આખો વિસ્તાર સીલ કરાયો
પોલીસ અને સુરક્ષાદળોની ટીમ આતંકીઓ સાથે મુકાબલો કરી રહી છે. આતંકીઓની સાથે અથડામણમા સેનાના અધિકારી ઘાયલ થઇ ગયા છે
જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના બારામૂલાના યેદીપોરા પત્તન વિસ્તારમાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે ભયંકર અથડામણ શરૂ થઇ ગઇ છે. જેના કારણે આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. લોકોની અવરજવર બંધ કરી દેવાઇ છે, જાણકારી અનુસાર 2 થી 3 આતંકીઓ ઘૂસ્યા છે.
પોલીસ અને સુરક્ષાદળોની ટીમ આતંકીઓ સાથે મુકાબલો કરી રહી છે. આતંકીઓની સાથે અથડામણમા સેનાના અધિકારી ઘાયલ થઇ ગયા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આતંકીઓની હાજરીની ગુપ્ત બાતમી મળતા જ સુરક્ષાદળોએ બારામૂલા જિલ્લામાં પટ્ટન વિસ્તારના યેદિપોરામાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતુ.
તેમને જણાવ્યુ કે, આતંકીઓનેએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યુ જેના કારણે અભિયાન અથડામણમાં ફેરવાઇ ગયુ. સુરક્ષાદળોએ પણ તેમની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો.
અધિકારીએ જણાવ્યુ કે, શરૂઆતી ફાયરિંગમાં સેનાના એક અધિકારી ઘાયલ થઇ ગયા, તેમને સારવાર માટે 92 બેઝ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તેમને જણાવ્યુ કે, અથડામણ ચાલુ છે અને વધારાની સેનાને પણ સ્થળ પર મોકલવામાં આવી છે. આ મામલે હજુ વધુ માહિતી નથી મળી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion