શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની સાથે અથડામણમાં CRPF જવાન સહિત પોલીસકર્મી ઘાયલ
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, આતંકીઓની હોવાની બાતમી મળી, ત્યારબાદ પોલીસે તે વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ શરૂ કરી હતી. બાદમાં અથડામણ શરૂ થઇ ગઇ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના નવાદકાલ વિસ્તારમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ ગઇ, જેમાં સુરક્ષા દળોના બે જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, આતંકીઓની હોવાની બાતમી મળી, ત્યારબાદ પોલીસે તે વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ શરૂ કરી હતી. બાદમાં અથડામણ શરૂ થઇ ગઇ. પોલીસે જણાવ્યુ કે સીઆરપીએફનો એક જવાન અને કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થઇ ગયા હતા.
તેમને વધુમાં જણાવ્યુ કે અથડામણ મોડી રાત્રે લગભગ બે વાગ શરૂ થઇ હતી, બાદમાં લગભગ પાંચ કલાક કોઇ ગોળીબાર ના થયો. સવારે આઠ વાગે ફરી એકવાર આતંકીઓએ ફરી એકવાર ગોળીઓ વરસાવી હતી. હાલમાં ઇમર્જન્સી ધોરણે બીએસએનએલ પૉસ્ટપેડ સેવાને છોડીને બધી મોબાઇલ ઇન્ટરનેટ અને મોબાઇલ ટેલિફોન સેવાઓને બંધ કરી દેવામાં આવી છે.
કાશ્મીર જૉન પોલીસે આ અંગે એક ટ્વીટ પર કર્યુ હતું. પોલીસે જણાવ્યુ હતુ કે હાલમાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે, અને વધુ માહિતીની રાહ જુઓ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement