શોધખોળ કરો
જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર EDની કાર્યવાહી, 12 કરોડની સંપત્તિ લીધી ટાંચમાં, જાણો શું છે મામલો
ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ આ કાર્યવાહી જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં થયેલા મની લોન્ડ્રીંગ કેસમાં થઈ છે.

શ્રીનગર: પ્રવર્તન નિદેશાલયે (ઈડી)એ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર મોટી કાર્યાવાહી કરી છે. અબ્દુલ્લાની લગભગ 12 કરોડની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીધી છે. ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ આ કાર્યવાહી જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં થયેલા મની લોન્ડ્રીંગ કેસમાં થઈ છે. અટેચ કરવામાં આવેલી સંપત્તિઓમાં ફારુક અબ્દુલ્લાના ત્રણ ઘર સામેલ છે.
ઈડી અનુસાર, 2005-2006 થી 2011ની વચ્ચે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈ પાસેથી કુલ 109.78 કરોડ રૂપિયા ફંડ મેળવ્યું હતું. 2006 થી જાન્યુઆરી 2012 વચ્ચે જ્યારે ફારુક અબ્દુલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા અને તેમણે પોતાના પદનો દુરપયોગ કર્યો હતો. તેમણે પદાધિકારીઓની ગેરકાયદે નિમણુક કરી અને તેમને મની લોન્ડ્રીંગના ઉદ્ધેશ્યથી ફાઈનાન્સિયલ પાવર આપ્યો હતો.
ઈડીએ જે સંપત્તિ જપ્ત કરી છે તેમાં શ્રીનગરના ગુપકાર રોડ પર સ્થિત તેનું એક ઘર, કટીપોરા અને જમ્મુના ભાટિંડી સ્થિત એક -એક ઘર સામેલ છે. તે સિવાય એક કોર્મર્શિયલ પ્રોપર્ટી પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ધર્મ-જ્યોતિષ
ખેતીવાડી
Advertisement
