Exit Poll 2023: શું મિઝોરમમાં ચાલશે ઝોરામથાંગાનું મેજીક? જાણો એક્ઝિટ પોલના આંકડા
ABP Cvoter Exit Poll 2023: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એબીપી ન્યૂઝ સી વોટર એક્ઝિટ પોલના પરિણામો જાહેર.
ABP Cvoter Exit Poll 2023: આ વખતે મિઝોરમ વિધાનસભાની ચૂંટણી ઘણી રસપ્રદ રહી છે. મિઝોરમમાં હાલમાં ઝોરામથાંગાના નેતૃત્વમાં મિઝો નેશનલ ફ્રન્ટનું શાસન છે. હાલમાં મિઝો નેશનલ ફ્રન્ટ એનડીએ ગઠબંધનનો એક ભાગ છે.
મિઝોરમમાં એક્ઝિટ પોલમાં કોની સરકાર બનશે?
મિઝોરમનો EXIT POLL
સ્ત્રોત- સી વોટર
કુલ બેઠકો- 40
કોને કેટલી બેઠકો
MNF-15-21
કોંગ્રેસ- 2-8
ZPM-12-18
અન્ય- 0-5
CNX એક્ઝિટ પોલમાં મિઝોરમમાં ત્રિશંકુ વિધાનસભાના એંધાણ
ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ અનુસાર, મિઝોરમમાં ત્રિશંકુ સ્થિતિ હોઈ શકે છે. આ એક્ઝિટ પોલ અનુસાર, MNFને 14-18, કોંગ્રેસને 8-10, ZPMને 12-16, BJPને 0-2 અને અન્યને 0 બેઠકો મળવાની ધારણા છે.
જન કી બાત એક્ઝિટ પોલમાં મિઝોરમમાં કોની સરકાર?
મિઝોરમને લઈને ન્યૂઝ જન કી બાત એક્ઝિટ પોલ અનુસાર
MNF: 10-14 બેઠકો
કોંગ્રેસ: 5-9 બેઠકો
ભાજપ: 0-2 બેઠકો
Pradeep Bhandari releases Jan Ki Baat Exit Poll numbers for Mizoram Elections 2023:
— Jan Ki Baat (@jankibaat1) November 30, 2023
• Zoram People’s Movement is projected to get seat share in the range of 15 - 25 seats.
• Zoramthanga led MNF is projected to get seat share in the range of 10 seats to 14 seats
•… pic.twitter.com/pY2Ks58QuI
મિઝોરમ એ પાંચ રાજ્યોમાંનું એક છે જ્યાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. મિઝોરમ વિધાનસભામાં કુલ 40 બેઠકો છે અને અહીં સત્તા મેળવવા માટે બહુમતીનો આંકડો 21 છે. મિઝોરમમાં 7 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું અને અન્ય રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે મતગણતરી થશે. મિઝોરમ એ ઉત્તર-પૂર્વના સાત રાજ્યોમાંનું એક છે જે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાય છે. મિઝોરમ બાંગ્લાદેશ સાથે 318 કિમી અને મ્યાનમાર સાથે 404 કિમી સરહદ ધરાવે છે. જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ત્રિપુરા, આસામ અને મણિપુરની સરહદ મિઝોરમ સાથે જોડાયેલી છે.
મિઝોરમમાં 1989ની વિધાનસભા ચૂંટણીથી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અહીંના લોકો સતત બે ટર્મથી એક પછી એક કોંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રન્ટ પર ભરોસો કરતા આવ્યા છે. 1989 અને 1993માં કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારબાદ 1998 અને 2003માં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર બની. તે પછી 2008 અને 2013માં લાલ થનહવાલાના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની. આ પછી મિઝોરમના લોકોએ 2018માં જોરામથાંગાની પાર્ટી મિઝો નેશનલ ફ્રન્ટને તક આપી. આ પરંપરા મુજબ જોરમથાંગા આ ચૂંટણીમાં મજબૂત દાવો કરી શકે છે, પરંતુ તેના માર્ગમાં સૌથી મોટો અવરોધ ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ છે.
હાલમાં કયા રાજ્યમાં કોની સરકાર?
- રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.
- છત્તીસગઢમાં સીએમ ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.
- મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર છે
- તેલંગાણામાં સીએમ કેસીઆરના નેતૃત્વમાં બીઆરએસ સરકાર
- મિઝોરમમાં સીએમ જોરામથાંગાના નેતૃત્વમાં બીજેપીના સમર્થન સાથે MNF સરકાર.