કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રૉન તમારા શરીર પર કઇ રીતે અસર કરે છે, જાણો એક્સપર્ટનું શું છે કહેવુ...........
સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં કાનની આ સમસ્યાથી પ્રભાવિત લોકોની તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યુ કે કેટલાય દર્દીઓ જે કાનમાં દુઃખાવો અને ઝનઝનાટ જેવા લક્ષણો અનુભવી રહ્યાં હતા,
Coronavirus omicron: દેશમાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. આ વખતે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉન તબાહી મચાવી રહ્યો છે. ઓમિક્રૉન જેમ જેમ ફેલાઇ રહ્યો છે, તેમ તેમ તેની સાથે નવા નવા લક્ષણો પણ સામે આવી રહ્યાં છે. હવે જાણવા મળ્યુ છે કે નવો ઓમિક્રૉન વાયરસ તમારા મગજ, આંખ અને હ્રદય પર અસર કરી રહ્યો છે.
એક્સપર્ટનુ કહેવુ છે કે જો સમય પર સારવાર કરવાની શરૂ કરી દેવામા આવે તો આ સમસ્યાને જલ્દી ઠીક કરી શકાય છે. સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં કાનની આ સમસ્યાથી પ્રભાવિત લોકોની તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યુ કે કેટલાય દર્દીઓ જે કાનમાં દુઃખાવો અને ઝનઝનાટ જેવા લક્ષણો અનુભવી રહ્યાં હતા, તે કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે. એક્સપર્ટનુ કહેવુ છે કે જો તમારે સાંભળવામાં પરેશાની હોય, કાનમાં અવાજ આવે કે ચક્કર આવવાની સમસ્યા હોય તો આને નજરઅંદાજ ના કરો. આ લક્ષણનો અનુભવ થવા પર ડૉક્ટરની સલાહ લો અને તરતજ કૉવિડની તપાસ કરાવો.
આ ઉપરાંત કેટલાય રિસર્ચમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે લોકોના આંતરડામાં ઓમિક્રૉન વાયરસ પહોંચી રહ્યો છે, એવા લોકોને પેટ ખરાબ થવાના લક્ષણો અનુભવ થઇ રહ્યા છે. એટલે કે ઓમિક્રૉન તમારા નાક અને મોંઢાની જગ્યાએ આંતરડામાં પણ છુપાયેલો હોઇ શકે છે. કેટલીય વાર એવા લોકોનો કૉવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે છે. આનુ કારણ છે કેમ કે વાયરસ તમારા નાક કે મોંઢામાં નથી રહેતો અને આંતરડામાં ચાલ્યો જાય છે, જેનાથી રિપોર્ટ નેગેટિવ આવે છે, એટલે કે કોરોનાનુ નવુ વેરિએન્ટ તમારા કોઇપણ અંગને પ્રભાવિત કરી શકે છે.
બ્રિટનના એક રિપોર્ટમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના આ 20 લક્ષણો વિશે બતાવવામાં આવ્યુ છે. પરંતુ હવે કોરોનાના વધુ એક નવુ લક્ષણ સામે આવ્યુ છે. આમાં કોરોના તમારા કાનો પર એટેક કરી રહ્યો છે. ઓમિક્રૉનના આ નવા લક્ષણ મોટાભાગે વેક્સીન લઇ ચૂકેલા લોકોમાં દેખાઇ રહ્યું છે.
ઓમિક્રૉનના નવા લક્ષણ-
1- કાનમાં દુઃખાવો
2- કાનમાં ઝડપથી ઝનઝનાટી અનુભવવી
3- કાનમાં ઘંટડી અને સીટી જેવુ વાગવાનો અનુભવ થવો
Disclaimer: આ આર્ટિકલમાં બતાવામાં આવેલી વિધિ, રીતો કે દાવાઓની એબીપી ન્યૂઝ પુષ્ટી નથી કરતુ. આના માત્ર સૂચનના રૂપમાં જ લેવુ. આ રીતના કોઇપણ ઉપચાર/દવા/ડાયેટ પર અમલ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.
આ પણ વાંચો..................
Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત
Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી
કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ
Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન