Fact Check: સુપ્રીમ કોર્ટે શિક્ષકોને વાહનો પર લોગો લગાવવાની આપી છૂટ ? જાણો મોદી સરકારે શું કર્યો ખુલાસો
પીઆઈબી ફેક્ટ ચેકે, ટ્વીટ કરીને લખ્યું, સુપ્રીમ કોર્ટે ટીચર્સને તેમના વાહનો પર લોગો લગાવવાની છૂટ આપી હોવાના દાવો કરાયો છે. આ દાવો બોગસ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આવો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે, જે પૈકી અમુક ભ્રામક હોય છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં સુપ્રીમ કોર્ટે શિક્ષકોને વાહનો પર લોગો લગાવવાની છૂટ આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ દાવો ખોટો છે.
વાયરલ મેસેજની શું છે હકીકત
પીઆઈબી ફેક્ટ ચેકે, ટ્વીટ કરીને લખ્યું, સુપ્રીમ કોર્ટે ટીચર્સને તેમના વાહનો પર લોગો લગાવવાની છૂટ આપી હોવાના દાવો કરવામાં આવ્યો છે. આ દાવો બોગસ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આવો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. આવા ખોટા મેસેજને ફોરવર્ડ કરવાતી બચો.
A post claiming that the Supreme court has approved a logo for teachers to put on their vehicles is in circulation.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) September 15, 2021
▶️This claim is #Fake.
▶️No such directive has been issued by the Supreme court.
▶️Refrain from forwarding such false messages. pic.twitter.com/3QYzYI3eQ8
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.