(Source: ECI/ABP News/ABP Majha)
Fact Check: શું પ્લેનમાંથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો ચંદ્રયાન-3ના લોન્ચનો વીડિયો ? જાણો આ દાવા પાછળનું સત્ય
ઇસરોએ 'ચંદ્રયાન 3' 14 જૂલાઈના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેનું ત્રીજું ચંદ્ર મિશન 'ચંદ્રયાન 3' 14 જૂલાઈના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ ઐતિહાસિક લોન્ચિંગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આવો જ એક વીડિયો 'ચંદ્રયાન 3'ના લોન્ચિંગ સાથે લિંક કરીને શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં રોકેટ જેવી દેખાતી વસ્તુ અવકાશમાં જતી જોઈ શકાય છે. એવું લાગે છે કે કોઈ વ્યક્તિએ ફ્લાઈટની અંદરથી આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું છે. આ વીડિયોને શેર કરતા એક યુઝરે લખ્યું કે, "મુસાફરે પ્લેનની વિન્ડો સીટ પરથી ચંદ્રયાન 3નો આ વીડિયો બનાવ્યો."
View this post on Instagram
સોશિયલ મીડિયા પર કરાઇ રહ્યો છે દાવો
બીજી તરફ ટ્વિટર પર આ વીડિયો શેર કરતી વખતે કેટલાક લોકો કહી રહ્યા છે કે ઈન્ડિગો પ્લેનમાં ચેન્નઈથી ઢાકા જઈ રહેલા એક મુસાફરે આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું છે. વાસ્તવમા આ વીડિયો જૂનો છે અને અમેરિકાના ફ્લોરિડાનો છે. તેને ભારતના મિશન ચંદ્રયાન સાથે કોઈ લેવાદેવા નથી.
*इंडिगो की एक फ्लाइट चेन्नई से ढाका के लिए उड़ान भर रही थी. संयोगवश, चंद्रयान-3 के प्रक्षेपण के समय यह श्रीहरिकोटा के ऊपर से गुजर रहा था। पायलट ने घोषणा की कि यात्री ऐतिहासिक घटना, चंद्रयान-3 के प्रक्षेपण के गवाह बन सकते हैं।
— Brijesh Badgujar (@BadgujarBrijesh) July 18, 2023
*जब विमान खगोल विज्ञान से मिलता है* pic.twitter.com/M9rUgKrwtH
કેવી રીતે સત્ય શોધી કાઢ્યું?
વાઈરલ વીડિયોની કીફ્રેમને રિવર્સ-સર્ચ કરવા પર 'ધ યુએસ સન' દ્વારા 16 ડિસેમ્બર, 2022ના રોજ પ્રકાશિત એક રિપોર્ટ મળ્યો હતો. વાયરલ વીડિયો જેવો જ સ્ક્રીનશોટ આ રિપોર્ટમાં જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર
આ રિપોર્ટ અનુસાર, આ વીડિયોમાં એલન મસ્કની સ્પેસક્રાફ્ટ એન્જિનિયરિંગ કંપની 'સ્પેસએક્સ'ના રોકેટ 'ફાલ્કન 9'નું લોન્ચિંગ બતાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો એક મુસાફર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો જ્યારે તેની ફ્લાઈટ ફ્લોરિડામાં 'કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન' ઉપરથી ઉડી રહી હતી.
'ઈન્ડીપેન્ડન્ટ'નો એક રિપોર્ટ એ પણ કન્ફર્મ કરે છે કે આ વીડિયો 'સ્પેસએક્સ'ના 'ફાલ્કન 9'ના લોન્ચનો છે. કીવર્ડ સર્ચ પર અમને 'નાસા નેટ' નામના ફેસબુક પેજ પર ગયા વર્ષે 24 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવેલો વીડિયો મળી આવ્યો હતો. અહીં સ્પષ્ટ થઈ જાય છે કે આ વીડિયો 'ચંદ્રયાન 3' સાથે સંબંધિત નથી.
Join Our Official Telegram Channel: