Corona ‘વાયરસ’ નથી, બેક્ટેરિયા છે, એસ્પિરિનથી ઠીક થઈ જશે દર્દી ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
Coronavirus: ભારતમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. છેલ્લી પાંચ દિવસથી રોજના ત્રણ લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ
Coronavirus: ભારતમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. છેલ્લી પાંચ દિવસથી રોજના ત્રણ લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થયો છે. WhatsApp પર ફોરવર્ડ કરવામાં આવેલ એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે COVID19 એક બેક્ટેરિયા છે જેને એસ્પિરિન વડે મટાડી શકાય છે.
વોટ્સએપ પર વાયરલ મેસેજ
વોટ્સએપ પર કોરોનાને બેક્ટેરિયા ગણાવતો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. સિંગાપોરના નામ સાથે વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે લાંબી તપાસ બાદ જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ તરીકે અસ્તિત્વમાં નથી. તે એક બેક્ટેરિયા છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાને કારણે થયેલા મોત લોહીના ગંઠાઈ જવાને કારણે થયા છે. તેની સારવાર એસ્પિરિન જેવા એન્ટીકોએગ્યુલન્ટ્સથી કરી શકાય છે.
શું છે સચ્ચાઈ
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ દાવો ખોટો છે. કોરોના એ બેક્ટેરિયા નથી અને વાયરસ છે અને એસ્પિરિન જેવા એન્ટીકોએગ્યુલન્ટ્સથી તેનો ઉપચાર કરી શકાતો નથી.
A message being forwarded on #WhatsApp claims that #COVID19 is a bacteria that can be cured with aspirin.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 24, 2022
▶️ This claim is #FAKE!
▶️ #COVID19 is a virus, not a bacteria
▶️ It can not be cured with anticoagulants like aspirin. pic.twitter.com/v1MCkh82AW
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.