Fact Check: પીએમ મોદી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા પહોંચ્યા? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોનું સત્ય
Fact Check: સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાની વાત કરીએ તો તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે. પીએમ મોદી બાગેશ્વર ધામના સંત ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે હાથ જોડીને ઉભા છે.
PM Modi Bageshwar Dham Fact Check: બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેમના કેટલાક પ્રવચનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં તેઓ ઘણા વિચિત્ર દાવા કરતા જોવા મળ્યા હતા. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ મીડિયા ચેનલો પર પણ આવા જ દાવા કર્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેના વિશે અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આવો જ એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન મોદી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્ત છે. સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં પીએમ મોદી બાગેશ્વર ધામમાં જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર શું છે દાવો
જો સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાની વાત કરીએ તો તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે. પીએમ મોદી બાગેશ્વર ધામના સંત ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે હાથ જોડીને ઉભા છે. ઘણી યુટ્યુબ ચેનલોએ આવા વીડિયો અપલોડ કર્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન આશીર્વાદ લેવા માટે બાગેશ્વર ધામ પહોંચ્યા છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદી અચાનક બાગેશ્વર ધામ દોડી આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી બેઠા છે અને પીએમ મોદી તેમને નમન કરતા જોવા મળી રહ્યા છે.
શું છે વાયરલ દાવાની સત્યતા?
હવે અમે તમને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોનું સત્ય જણાવીએ. આ તમામ વીડિયો પીએમ મોદી અને ધીરેન્દ્ર શાસ્ત્રીની અલગ-અલગ તસવીરોને એડિટ કરીને બનાવવામાં આવ્યા છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પીએમ મોદીની વધુ એક તસવીર જોડવામાં આવી છે. વડાપ્રધાન મોદી ન તો બાગેશ્વર ધામ ગયા, ન તો તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને મળ્યા. આ તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. પીઆઈબીએ પણ આ દાવાની હકીકત તપાસી છે. જો તમને પણ આવો વીડિયો આવે તો તેના પર વિશ્વાસ ન કરો અને ભૂલથી પણ તેને ફોરવર્ડ ન કરો.
सोशल मीडिया पर शेयर किए जा रहे एडिटेड वीडियोज़ में दावा किया जा रहा है कि प्रधानमंत्री @narendramodi बागेश्वर धाम पहुंचे थे।#PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) February 8, 2023
▶️ ये वीडियोज़ फ़र्ज़ी हैं।
▶️ प्रधानमंत्री बागेश्वर धाम नहीं गए थे। pic.twitter.com/BoXWug4HVe
પીઆઈબીએ લોકોને ચેતવણી આપી છે કે સત્ય જાણ્યા વિના આવા વાયરલ મેસેજ કોઈને ફોરવર્ડ ન કરો. આ સાથે જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા હકીકતની તપાસ કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ pibfactcheck@gmail.com પર પણ વીડિયો, મેસેજ મોકલી શકો છો.