શોધખોળ કરો
ડિગ્રી વિવાદ મામલે કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાહત, પટિયાલા હાઉસ કોર્ટે ફરિયાદ નકારી

નવી દિલ્લી: દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે શૈક્ષણિક લાયકાત મામલે કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વિરૂધ્ધમાં દાખલ ફરિયાદને રદ્દ કરી છે. આ સ્મૃતિ ઈરાની માટે ખૂબ જ મોટી રાહત છે. ચૂંટણી આયોગ દ્વારા ડિગ્રી વિવાદને લઈને ધણી વખત તેની સામે સવાલો ઉભા થયા હતા. કોર્ટે આ મામલે સ્મૃતિ ઈરાની સમંસ મોકલવાની મનાઈ કરી દિધી. કોર્ટે કહ્યું કે પ્રથમ વાત એ કે અસલ દસ્તાવેજ સમય સાથે ખોવાઈ ગયા છે અને ઉપલબ્ધ દસ્તાવેજના આધારે મંત્રીને સમંસ મોકલવા માટે પૂરતા નથી. કોર્ટે ફરિયાદ કર્તા પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું આ મામલે ફરિયાદ કરવામાં 11 વર્ષ જેટલો સમય લાગ્યો છે, જેનો મતલબ કે મંત્રીને હેરાન કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે. સ્મૃતિ ઈરાની પર આરોપ હતો કે તેણે આજ સુધી અલગ-અલગ ત્રણ ચૂંટણીમાં પોતની ડિગ્રીને લઈને જુદી જુદી જાણકારી આપી છે. તેમની વિરુધ્ધમાં આ ફરિયાદ ફ્રીલાંસર અહમર ખાને દાખલ કરી હતી. ખાનનો આરોપ હતો કે સ્મૃતિ ઈરાનીએ ચૂંટણીમાં અલગ-અલગ જગ્યાએ જુદી જુદી ડીગ્રી આપી હતી., છેલ્લી બે ચૂંટણીમાં આપેલી ડીગ્રી અલગ હતી. સપથ પત્રમાં સ્મૃતિએ પોતાને બીકોમ બતાવ્યા છે જ્યારે બીજામાં બીએ દર્શાવવામાં આવ્યા છે. સ્મૃતિએ 2004માં લોકસભામાં ચૂંટણીમાં એફિડેવિટમાં પોતાને ડીયૂ સ્કૂલ ઓફ કૉરસ્પોન્ડના 1996ની બેંચના બીએ ગ્રેજ્યૂએટ દર્શાવ્યા છે, બાદમાં 2011માં રાજ્યસભાના નોમિનેશનમાં ડીયૂના સ્કૂલ ઓફ કૉરસ્પોંડથી બીકૉમ પાર્ટ-1 જણાવાયા છે.
વધુ વાંચો





















