કાચી ડુંગળીને સિંધવ મીઠું ખાવાથી કોરોનાને ભગાડી શકાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
પીઆઇબી ફેક્ટ ચેકે ટ્વીટ પર લખ્યું છે કે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી આ પૉસ્ટ જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારીએ ફરી એકવાર માથુ ઉંચક્યુ છે, અને સમગ્ર દેશમાં ત્રીજી લહેરે એન્ટ્રી કરી લીધી છે. ત્યારે આ બધાની વચ્ચે દર્દીઓ અવનવા નુસ્ખા અપનાવીને કોરોના ભગાડવામાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રૉન તરખાટ મચાવી રહ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કાચી ડુંગળીને સિંધવ મીઠું ખાવાથી કોરોનાને ભગાડી શકાય છે, આ પૉસ્ટ પીએમ મોદીને ટાંકીને કરવામાં આવી છે. આ પૉસ્ટને લોકો ઝડપથી શેર કરી રહ્યાં છે.
આ દાવાને ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ ખોટી ગણાવી છે. પીઆઇબી ફેક્ટ ચેકે ટ્વીટ પર લખ્યું છે કે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી આ પૉસ્ટ જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે. દાવામા કાચી ડુંગળીને સિંધવ મીઠું ખાવાથી કોરોનાને ભગાડી શકાય છે એવુ લખવામાં આવ્યુ છે. આમાં કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ડુંગળી અને સિંધવ મીઠુંનુ સેવન કરવાથી કોરોનાનો ઇલાજ સંભવ છે.
પીઆઇબીએ કહ્યું છે કે તમારે કોરોનાના લક્ષણો દેખાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઇને તરત જ સારવાર કરાવો, તરત જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવો. રિપોર્ટ આવે ત્યા સુધી દુરી બનાવો. જો રિપોર્ટ પૉઝિટીવ આવે છે તો ડૉક્ટરની સલાહ લઇને ક્વૉરન્ટાઇન થઇને ઇલાજ કરાવો.
Fact Check
દાવો
કાચી ડુંગળીને સિંધવ મીઠું ખાવાથી કોરોનાને ભગાડી શકાય છે
પરિણામ
આ નુસ્ખો એકદમ અવૈજ્ઞાનિક છે
રેટિંગ
ખોટુ ફૉલ્સ
A representation of India's map has been published by the 'Anandabazar Patrika' #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 7, 2022
▶️ The map of India exhibited by @MyAnandaBazar is inaccurate. pic.twitter.com/2tuHAQuPAr
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા