શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હિંદી ભાષાના જાણીતા લેખક અને સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા મંગલેશ ડબરાલનું કોરોનાથી નિધન
કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમની તબિયત ખુબજ ગંભીર થઈ ગઈ હતી. તેમને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરાયા હતા.
નવી દિલ્હી: સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા, હિંદી ભાષાના પ્રખ્યાત લેખક અને કવિ મંગલેશ ડબરાલનું બુધવારે કોરોનાથી નિધન થયું હતું. મંગલેશ ડબરાલ સમકાલી હિંદી કવિઓમાંથી સૌથી વધુ ચર્ચિત નામ છે. તેમનો જન્મ 14, મે 1949ના ટિહરી ગઢવાલ, ઉત્તરાખંડના કાફલપાની ગામમાં થયો હતો.
કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમની તબિયત ખુબજ ગંભીર થઈ ગઈ હતી. તેમને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરાયા હતા. સંક્રમણની પુષ્ટી થયા બાદ તેમની તબિયત વધુ લથડી હતી અને વેન્ટિલેટરમાં રાખવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, તેમને ડાયાલિસિસ થવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લગભગ બે વખત તેમને એટેક પણ આવ્યો હતો.
મંગલેશ ડબરાલ જનસ્તાના સાહિત્ય સંપાદક પણ રહી ચૂક્યા છે. મંગલેશ ડબરાલના પાંચ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમના નામે - પહાડ પર લાલટેન, ઘર કા રાસ્તા, હમ જો દેખતે હૈ, આવાજ ભી એક જગહ હૈ અને નયે યુગ મેં શત્રુ હૈ. તે સિવાય તેમના બે ગદ્ય સંગ્રહ-લેખક કી રોટી અને કવિ કા અકેલાપન પણ પ્રકાશિત થઈ ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion