Video: એક્સપ્રેસ વેના રસ્તામાં આવી ગયુ આ ખેડૂતનું ઘર, 40 લાખ રૂપિયામાં 500 ફૂટ દૂર શિફ્ટ કરાઇ રહ્યુ છે
પંજાબના સંગરુરમાં એક ઘરને લગભગ 500 ફૂટ દૂર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે
Farmer House Shifted in Punjab: પંજાબના સંગરુરમાં એક ઘરને લગભગ 500 ફૂટ દૂર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. ભારત માલા પરિયોજના હેઠળ આ ઘર દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે પર જઈ રહ્યું હતું. એક્સપ્રેસ વે માટે સરકારે જમીન સંપાદિત કરી છે. આ મકાનને હટાવવા માટે સરકારી વળતર મળી રહ્યું છે.
#WATCH | A farmer in Punjab's Sangrur is moving his 2-storey house 500 feet away from its existing place pic.twitter.com/nrQoQhM0vO
— ANI (@ANI) August 20, 2022
આ ઘર એક ખેડૂત સુખવિંદર સિંહ સુખીનું છે. ખેડૂત સુખવિંદર સિંહનું કહેવું છે કે તેમને ઘર બનાવવા પાછળ એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. સંગરુરના રોશન વાલા ગામમાં બનેલા ઘરને ખાસ ટેક્નોલોજીથી દરરોજ 10 ફૂટ શિફ્ટ કરવામાં આવી રહ્યું છે.
ઘરના માલિક સુખવિંદ સિંહએ જણાવ્યું હતુ કે તેમની અઢી એકર જમીન એક્સપ્રેસ વેમાં આવી રહી છે. તેમણે ખેતરમાં જ પોતાનું ઘર બનાવ્યું હતું અને ઘઉં અને ડાંગરના બિયારણ તૈયાર કરવા માટે એક નાનું કારખાનું સ્થાપ્યું હતું. ઘર અને ફેક્ટરી એક્સપ્રેસ વેના રસ્તામાં આવી ગયું છે. ફેક્ટરીને હટાવીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે. સુખવિન્દરના કહેવા પ્રમાણે, આ ઘર તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેનું બાંધકામ 2017માં શરૂ થયું હતું અને 2019ના અંત સુધીમાં પૂરું થયું હતું. આમાં લગભગ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ બે માળના મકાનમાં સુખવિંદર તેના ભાઈ સાથે રહે છે. એટલામાં દિલ્હી કટરા એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી અને મારુ ઘર હાઇવેની વચ્ચે આવી ગયું છે. જો આજે આ ઘરને ફરીથી બનાવવું હોય તો મોંઘવારીને કારણે હવે બે કરોડથી વધુનો ખર્ચ થશે અને તેને બનાવવામાં વધુ બે વર્ષનો સમય લાગી જાય તેમ છે જેથી અમે ઘર શિફ્ટ કરી રહ્યા છીએ.
ગામમાં જ્યારે ઘરને ખસેડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સુખવિંદરે પોતાનું ઘર ખસેડવાનું વિચાર્યું પરંતુ તે એટલું સરળ નહોતું. ટેક્નોલોજીની મદદથી ઘરને 250 ફૂટ વધુ શિફ્ટ કરવામાં આવ્યું છે. સુખવિંદર કહે છે કે ઘર શિફ્ટ કરવા માટે લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ઘર શિફ્ટ કરી રહેલો મોહમ્મદ શાહિદ તેના પિતા સાથે કામ કરે છે, તે ભૂતકાળમાં પણ બિલ્ડિંગ લિફ્ટિંગનું કામ કરતો રહ્યો છે. તેમણે કહ્યું કે આ પહેલા તેમણે માત્ર 10 થી 15 ફૂટના ઘરોને શિફ્ટ કર્યા છે. સુખવિંદરનું ઘર લગભગ 200 ફૂટ ખસેડવામાં આવી ચૂક્યું છે. મોહમ્મદ શાહિદે કહ્યું કે તે હવે એક ફરતું ઘર છે જે એક દિવસમાં 10 ફૂટ આગળ વધે છે. હવે તેને સંપૂર્ણ રીતે શિફ્ટ કરવામાં અઢી મહિના વધુ લાગશે.