શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Farmers Protest: લાલ કિલ્લામાં હિંસા મુદ્દે શું નોંધાયો કેસ ? FIRમાં કેટલા ખેડૂત નેતાઓના છે નામ, જાણો વિગત
દિલ્હી પોલીસે ગુનાહિત કાવતરું રચવાની સાથે લાલ કિલ્લામાં લૂંટનો મામલો નોંધ્યો છે. પાંચ એફઆઈઆરમાં ખેડૂત નેતાઓના નામ પણ સામેલ છે.
Red Fort Violence: દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર કૃષિ કાનૂના વિરોધમાં આંદોલન કર રહેલા ખેડૂતો આજે લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.
આ મુદ્દે દિલ્હી પોલીસે ગુનાહિત કાવતરું રચવાની સાથે લાલ કિલ્લામાં લૂંટનો મામલો નોંધ્યો છે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં 10થી વધારે ગુના નોધાયા છે. અત્યાર સુધીમાં 200થી વધુ લોકની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન દિલ્હી હિંસા પર ગૃહ મંત્રાલયને રિપોર્ટ સાંજે પાંચ વગ્યા સુધીમાં સોંપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પાંચ એફઆઈઆરમાં ખેડૂત નેતાઓના નામ પણ સામેલ છે. 4 એફઆઈઆર નાંગલોઇ પોલીસ સ્ટેશનમાં અને એક પશ્ચિમ વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસેહાલ ખેડૂત નેતાઓના નામ આપવાની ના પાડી છે. નામ જાહેર થયા બાદ ખેડૂત નેતાઓની મુશ્કેલી વધી શકે છે.
ખેડૂતોના હંગામા સાથે જોડાયેલી 5 મોટી વાતો
કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનૂનો સામે ટ્રેકટર પરેડ દરમિયાન ખેડૂતો નિર્ધારીત માર્ગ પર જવાના બદલે રાષ્ટ્રીય રાજધાનીમાં ઘૂસતા અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ.
લાલ કિલ્લામાં દાખલ થયેલા ખેડૂતોને નિયંત્રિત કરવા પોલીસે ટિયરગેસ છોડ્યા અને લાઠી ચાર્જ પણ કર્યો. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.
ખેડૂતોની ટ્રેક્ટર રેલી બાદ સિંઘુ બોર્ડર સહિતના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ હતી. સિંઘુ બોર્ડર,ગાજીપુર બોર્ડર,મુકરબા ચોક,નાંગલોઇમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ હતી.
દિલ્હીના અનેક મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખેડૂતોના બળવાના કારણે બંધ કરાયા હતા. ડીએમઆરસી અનુસાર, લાલ કિલ્લો, , ઇન્દ્રપ્રસ્થ, આઇટીઓ સહિત મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છહતા.
ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી અને આઈબી ડિરેક્ટર અને ગૃહ સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા દિલ્હીના સરહદી વિસ્તારોમાં સીઆરપીએફની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. ટ્રેક્ટર કૂચ દરમિયાન થયેલી હિંસા બાદ ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો હતો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion