શોધખોળ કરો
Advertisement
ખેડૂતોની ટ્રેકટર પરેડને લઈ દિલ્હી પોલીસે આપ્યું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાન.......
દિલ્હી પોલીસે પોલીસે ટ્રેકટર પરેડમાં હુમલાની આશંકા વ્યક્ત કરીને કહ્યું કે, પાકિસ્તાનમાં 308 ટ્વીટર હેન્ડલ બનાવવામાં આવ્યા છે. જેનાથી અરાજકતા ફેલાવવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઇ દિલ્હી પોલીસે મોટું નિવેદન આપ્યું છે. પોલીસે ટ્રેકટર પરેડમાં હુમલાની આશંકા વ્યક્ત કરીને કહ્યું કે, પાકિસ્તાનમાં 308 ટ્વીટર હેન્ડલ બનાવવામાં આવ્યા છે. જેનાથી અરાજકતા ફેલાવવામાં આવી શકે છે. જેને લઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ખેડૂતોને શરતો સાથે દિલ્હીમાં ત્રણ સ્થળોએ પરેડ કાઢવાની મંજૂરી આપી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી ઈન્ટેલીજન્સ દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે, સિંધુ બોર્ડર પર 62 કિલોમીટરનો રૂટ, ટિકરી બોર્ડર પર 63 કિલોમીટરનો રૂટ અને ગાઝીપુરથી 46 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. અમને ઈન્ટેલીજન્સ ઈનપુટ મળ્યા છે કે, ટ્રેકટર રેલીને ડિસ્ટર્બ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે.
દિલ્હી પોલીસ સાથે બેઠક બાદ સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવે કહ્યું, આજે દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે એક બેઠક થઈ હતી. જેમાં ટ્રેક્ટર રેલીને પોલીસે ઔપચારિક મંજૂરી આપી છે. તેમણે અપીલ કરી કે, જેટલા પણ સાથી ટ્રોલી લઈને બેઠા છે તેમને અપીલ કરું છું કે માત્ર ટ્રેક્ટર લઈને દિલ્હીની અંદર આવો, ટ્રોલી ન લાવતાં.
શનિવારે દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસની બેઠક બાદ ખેડૂતોને 26 જાન્યુઆરીએ પરેડની મંજૂરી આપી હતી. આજે દિલ્હી પોલીસે ટ્રેક્ટર પરેડને મંજૂરી આપી દીધી છે. દિલ્હીની અલગ અલગ સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 60મો દિવસ છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11 તબક્કાની બેઠક થઈ ચુકી છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
સરકારે ત્રણેય કૃષિ કાનૂનો પર દોઢ વર્ષ સુધી રોકનો પ્રસ્તાવ ખેડૂતોને આપ્યો હતો, જેને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટ પહેલાં જ ત્રણ કાનૂનના અમલ પર અસ્થાયી રોક લગાવી ચુકી છે. ઉપરાંત સરકાર અને ખેડૂતો વચ્ચેની મડાગાંઠ ઉકેલવા એક કમિટી બનાવી હતી.
કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ પંજો છોડી કેસરિયો ધારણ કર્યો, જાણો કોણ છે આ નેતા
ખેડૂતોના રૂટ મેપને દિલ્હી પોલીસે આપી મંજૂરી, 26 જાન્યુઆરીએ પાંચ રૂટ પર નિકળશે ટ્રેકટર પરેડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement