શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ પંજો છોડી કેસરિયો ધારણ કર્યો, જાણો કોણ છે આ નેતા
બાયડ શહેર કોંગ્રેસ પ્રમુખે કેસરિયો ધારણ કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઇ (દિનુભાઈ) પટેલ ભાજપમાં જોડાયા હતા.
અરવલ્લી: કોરોના સંક્રમણને કારણે ત્રણ માસ સુધી મુલતવી રહેલી રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે કરી હતી. તેની સાથે જ નેતાઓના પક્ષપલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે.
બાયડ શહેર કોંગ્રેસ પ્રમુખે કેસરિયો ધારણ કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઇ (દિનુભાઈ) પટેલ ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી પ્રભારી રાજેશ પાઠકે ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ પક્ષના સ્થાનિક નેતૃત્વથી નારાજ હતા.
6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી તથા પરિણામ 2જી માર્ચે જાહેર થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલી બની ગઇ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોમાં કુલ 6577 વોર્ડ અને 9094 બેઠકો માટે 4.09 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
ખેડૂતોના રૂટ મેપને દિલ્હી પોલીસે આપી મંજૂરી, 26 જાન્યુઆરીએ પાંચ રૂટ પર નિકળશે ટ્રેકટર પરેડ
Shani 2021: શનિનું નક્ષત્ર પરિવર્તન, જાણો કઈ રાશિના લોકોની વધી શકે છે મુશ્કેલી
ઈંગ્લેન્ડનો આ સ્ટાર ક્રિકેટર ભારત આવવા થયો રવાના, તસવીર શેર કરી ભારતને લઈ કરી આ વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement