શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ખેડૂતોના રૂટ મેપને દિલ્હી પોલીસે આપી મંજૂરી, 26 જાન્યુઆરીએ પાંચ રૂટ પર નિકળશે ટ્રેકટર પરેડ
દિલ્હીની અલગ અલગ સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 60મો દિવસ છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11 તબક્કાની બેઠક થઈ ચુકી છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ટ્રેક્ટર પરેડ માટે ખેડૂતોના રૂટ મેપને લેખિત મંજૂરી આપી છે. પાંચ રૂટ પર ખેડૂતો ટ્રેકટર પરેડ કાઢશે. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ યોજાશે. જેને લઈ દિલ્હી પોલીસ કમિશ્નરે તમામ અધિકારીઓને લેખિત નિર્દેશ આપ્યા છે અને 26 જાન્યુઆરીની પરેડના પ્રબંધ બાદ ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઇ સતર્ક રહેવા જણાવ્યું છે.
દિલ્હી પોલીસ સાથે બેઠક બાદ સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવે કહ્યું, આજે દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે એક બેઠક થઈ હતી. જેમાં ટ્રેક્ટર રેલીને પોલીસે ઔપચારિક મંજૂરી આપી છે. તેમણે અપીલ કરી કે, જેટલા પણ સાથી ટ્રોલી લઈને બેઠા છે તેમને અપીલ કરું છું કે માત્ર ટ્રેક્ટર લઈને દિલ્હીની અંદર આવો, ટ્રોલી ન લાવતાં.
શનિવારે દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસની બેઠક બાદ ખેડૂતોને 26 જાન્યુઆરીએ પરેડની મંજૂરી આપી હતી. આજે દિલ્હી પોલીસે ટ્રેક્ટર પરેડને મંજૂરી આપી દીધી છે. દિલ્હીની અલગ અલગ સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 60મો દિવસ છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11 તબક્કાની બેઠક થઈ ચુકી છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
સરકારે ત્રણેય કૃષિ કાનૂનો પર દોઢ વર્ષ સુધી રોકનો પ્રસ્તાવ ખેડૂતોને આપ્યો હતો, જેને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટ પહેલાં જ ત્રણ કાનૂનના અમલ પર અસ્થાયી રોક લગાવી ચુકી છે. ઉપરાંત સરકાર અને ખેડૂતો વચ્ચેની મડાગાંઠ ઉકેલવા એક કમિટી બનાવી હતી.
Shani 2021: શનિનું નક્ષત્ર પરિવર્તન, જાણો કઈ રાશિના લોકોની વધી શકે છે મુશ્કેલી
ઈંગ્લેન્ડનો આ સ્ટાર ક્રિકેટર ભારત આવવા થયો રવાના, તસવીર શેર કરી ભારતને લઈ કરી આ વાત
Farmers Protest: લુધિયાણામાં કૃષિ કાયદાના વિરોધમાં મહિલાઓએ કાઢી ટ્રેક્ટર રેલી, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion