શોધખોળ કરો
Advertisement
Farmers Protest: વિદેશી હસ્તીઓને વિદેશ મંત્રાલયે શું કરી ટકોર, જાણો વિગતે
વિદેશીઓ દ્વારા વિરોધ બાદ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, ભારતની સંસદે ચર્ચા કર્યા પછી કૃષિ ક્ષેત્રને લગતા સુધારાવાદી કાયદા પસાર કર્યા.
Farmers Protest: દિલ્હીની સરહદો પર બે મહિના કરતાં વધુ સમયથી કૃષિ કાયદા રદ્દ કરવાને લઈ વિરોધ પ્રદર્શન કરી રહેતા ખેડૂતોને વિદેશમાંથી સમર્થન મળવા લાગ્યું છે. પોપ સ્ટાર રિહાના, જાણીતી પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગે બાદ હવે પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પણ ધરતીપુત્રોનું સમર્થન કર્યું છે. જેને લઈ હાલ તે સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થઈ રહી છે.
વિદેશીઓ દ્વારા વિરોધ બાદ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, ભારતની સંસદે ચર્ચા કર્યા પછી કૃષિ ક્ષેત્રને લગતા સુધારાવાદી કાયદા પસાર કર્યા. આ સુધારાએ બજારમાં ખેડૂતોની પહોંચ વધારી અને ખેડૂતોને વધુ રાહત પૂરી પાડી છે. તેમના માટે આર્થિક અને પર્યાવરણીય રીતે ટકાઉ ખેતી માટેનો માર્ગ મોકળો કર્યો હતો.
ભારતના કેટલાક ભાગોમાં, ખેડુતોના ખૂબ નાના ભાગમાં આ સુધારાને લગતી કેટલીક સમસ્યાઓ છે. વિરોધીઓની ભાવનાઓને માન આપતા ભારત સરકારે તેમના પ્રતિનિધિઓ સાથે શ્રેણીબદ્ધ વાટાઘાટો શરૂ કરી છે. કેન્દ્રીય પ્રધાનો વાટાઘાટોનો ભાગ રહ્યા છે અને અગિયાર વખત વાટાઘાટો થઈ છે. સરકારે કાયદાઓનું પાલન કરવાની પણ ઓફર કરી છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, સ્વાર્થી જૂથોએ આ વિરોધ પ્રદર્શન અંગે તેમનો એજન્ડા અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે.
મિયા ખલીફાએ ઈન્સ્ટા સ્ટોરીમાં ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. જેમાં એક પ્રદર્શનકારીના હાથમાં રહેલા ફોટામાં ખેડૂતોને ન મારો તેમ લખ્યું છે. ફોટોના કેપ્શનમાં લખ્યું છે- ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં ઈન્ટરનેટ કટ દેવામાં આવ્યું, આ શું ચાલી રહ્યું છે. આ ઉપરાંત તેણે ટ્વીટર પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. ખેડૂત આંદોલનના સપોર્ટમાં તેણીએ બે ટ્વીટ કર્યા છે, જેમાં લખ્યું – કયા માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જ્યારે બીજા ટ્વીટમાં હું ખેડૂત સાથે છું તેમ લખ્યું છે. બંને ટ્વીટરમાં તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ કર્યુ છે.
પર્યાવરણવાદી ગ્રેટાએ ટ્વીટર પર લખ્યું, અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સાથે એકજૂથતાથી ઉભા છીએ. ગ્રેટા થનબર્ગને 2019માં અમેરિકન મેગેઝિન ટાઈમે પર્સન ઓફ ધ યર એવોર્ડ આપ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદને લઇ તે ચર્ચામાં આવી હતી.
પોપ સ્ટાર રિહાનાએ મંગળવારે સાંજે ખેડૂતોના પ્રદર્શન સંબંધિત એક ખબર શેર કરી હતી. જે પ્રદર્શન સ્થળની આસપાસ ઈન્ટરનેટ બંધ કરવાને લઈ હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, આ અંગે કેમ વાતો નથી કરી રહ્યા. આ ઉપરાંત તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ પણ લખ્યું હતું. રિહાનાના ટ્વીટ પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી હતી.કંગનાએ રિહાને જવાબ આપતાં લખ્યું, આના વિશે કોઈ વાત એટલા માટે નથી કરતુ કારણ કે, આ ખેડૂતો નથી, આતંકવાદી છે, જે ભારતના ટુકડા માગે છે. જેથી ચીન જેવા દેશો આપણા દેશ પર કબ્જો કરી લે અને યુએસએ જેવી ચાઈનીઝો કોલોની બનાવે છે. તુ શાંતિથી બેસી જા બેવકૂફ. અમે લોકો તમારી જેવા બેવકૂફ નથી, જે દેશને વેચે મારે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement