શોધખોળ કરો
Farmers Protests: મોદી સરકારે ખેડૂતો સામે ઝૂકીને કઈ બે માગણીઓ સ્વીકારી ? હવે કઈ બે માગણી રહી બાકી ? 4 જાન્યુઆરીએ આવશે ઉકેલ
સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે બુધવારે સાતમા તબક્કાની બેઠક મળી હતી.
![Farmers Protests: મોદી સરકારે ખેડૂતો સામે ઝૂકીને કઈ બે માગણીઓ સ્વીકારી ? હવે કઈ બે માગણી રહી બાકી ? 4 જાન્યુઆરીએ આવશે ઉકેલ Farmers Protest: Know which two demands for farmers accept by govt Farmers Protests: મોદી સરકારે ખેડૂતો સામે ઝૂકીને કઈ બે માગણીઓ સ્વીકારી ? હવે કઈ બે માગણી રહી બાકી ? 4 જાન્યુઆરીએ આવશે ઉકેલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/31163431/farmers-protest3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક મહિનાથી વધુ સમય દિલ્હીની સરહદ અને તેની આસપાસ હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. તેની વચ્ચે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે બુધવારે સાતમા તબક્કાની બેઠક મળી હતી, જે લગભગ પાંચ કલાક ચાલી હતી. જેમાં બે મુદ્દા પર સહમતી થઈ. 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી ફરી બેઠક યોજાશે, જેમાં ઉકેલ આવે તેવી શક્યતા છે.
ખેડૂતોના 4 મહત્ત્વના મુદ્દા પૈકી પ્રથમ સરકાર ત્રણ કૃષિ કાયદાને પાછા લે, બીજો- સરકાર એ લીગલ ગેરંટી આપે કે તે મિનિમમ સપોર્ટ પ્રાઈસ એટલે કે MSP ચાલુ રાખશે. ત્રીજું- વીજળી બિલ પાછું લેવામાં આવશે અને ચોથો- પરાલી સળગાવવા માટે સજાની જોગવાઈને પાછી લેવામાં આવે તેવા છે. પાંચ કલાકની વાતચીત પછી વીજળી બિલ અને પરાલી સાથે જોડાયેલા મુદ્દા પર સહમતી બની ગઈ છે. સરકાર ખેડૂતોની ચિંતાઓને દૂર કરવા માટે માની ગઈ છે. ત્યાર પછી ખેડૂત નેતાઓએ પણ નરમ વલણ દેખાડ્યું. તેમણે 31 ડિસેમ્બરે યોજાનારી ટ્રેક્ટર રેલીને ટાળી દીધી. કૃષિ કાયદા અને MSP પર હાલ પણ મતભેદ યથાવત્ છે.
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂતોનું કહેવું હતું કે પર્યાવરણ સાથે જોડાયેલા બિલમાં પરાલીના મામલામાં ખેડૂતોને સામેલ ન કરવા જોઈએ. સરકાર અને ખેડૂતોમાં આ મુદ્દા પર સહમતી બની ગઈ છે. બીજો મુદ્દો વીજળી બિલનો છે, જે હાલ આવ્યું નથી. ખેડૂતોને લાગે છે કે આ એક્ટથી તેમને નુકસાન થશે. ખેડૂતોને સિંચાઈ માટે જે સબસિડી આપવામાં આવે છે, એવી જ ચાલવી જોઈએ. આમાં પણ સહમતી થઈ ગઈ છે.
IND v AUS: ટેસ્ટ સીરિઝમાં ભારતને લાગ્યો મોટો ફટકો, શમી બાદ આ ફાસ્ટ બોલર પણ થયો બહાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)