શોધખોળ કરો
Advertisement
IND v AUS: ટેસ્ટ સીરિઝમાં ભારતને લાગ્યો મોટો ફટકો, શમી બાદ આ ફાસ્ટ બોલર પણ થયો બહાર
બુધવારે રાત્રે જ ઉમેશ યાદવ ભારત આવવા રવાના થઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું.
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. ભારતની જીતમાં ડેબ્યૂ મેન ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો. મેચમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત થયો હતો.
જેના કારણે તે બોલિંગ કરવા આવી શક્યો નહોતો. તેની ઈજાને લઈ સ્કેનિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેની ઇજા ગંભીર પ્રકારની હોવાનું જાહેર થયા બાદ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. બુધવારે રાત્રે જ તે ભારત આવવા રવાના થઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સ્થિતિમાં ભારતીય ટીમમાં ટી નટરાજનને મોકો મળી શકે છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ પહેલા જ ઈશાંત શર્મા ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. જે બાદ પ્રથમ ટેસ્ટમાં મોહમ્મદ શમીને હાથમાં બોલ વાગતાં થયેલા ફ્રેક્ચરના કારણે તે પણ બહાર થઈ ગયો હતો. હવે ઉમેશ યાદવ પણ બહાર થતાં બોલિંગમાં ભારતની ચિંતા વધી શકે છે. ભારતે ફાસ્ટ બોલિંગનો તમામ આધાર હવે બુમરાહ પર રાખવો પડશે.
ઉમેશ યાદવે 48 ટેસ્ટમાં 148 વિકેટ ઝડપી છે. જ્યારે 75 વન ડેમાં તેના નામે 106 વિકેટ છે. 7 ટી20માં તેણે 9 વિકેટ લીધી છે.
ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીથી ખળભળાટ, જાણો કયા શહેરમાં આવ્યો કેસ
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથેની વધુ એક શાનદાર તસવીર કરી શેર, Photos
મેષ, કન્યા, તુલા અને કુંભ રાશિવાળા ઉતાવળમાં ન કરતાં કોઈ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement