શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Farmers Protest: ત્રણ રૂટ અને 5000 ટ્રેક્ટરને મળી મંજૂરી, ખેડૂત નેતા 9 રૂટ પર રેલી યોજવા મક્કમ
કૃષિ મંત્રીએ નિવેદન આપ્યુ કે ખેડૂતોનું આંદોલન જલદી પૂર્ણ થશે. જો કે હાલ તો આજના દિવસે રેલીને મંજૂરી આપવામાં આવતા સુરક્ષા દળો સતર્ક બન્યા છે.
કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરતાં ખેડૂતો આજે દિલ્લીમાં ટ્રેક્ટર રેલી કરશે. દિલ્લીમા ટ્રક્ટર પરેડ માટે દિલ્લી પોલીસે ત્રણ રુટ ફાઈનલ કર્યા છે. જેમાં સિંઘુ રુટ 63 કિલોમીટરનો, ટિકરી રુટ 62.5 કિલોમીટરનો અને ગાજીપુર રુટ 68 કિલોમીટરનો નક્કી કરાયો છે.
જો કે ખેડૂત સંગઠનોનું કહેવું છે કે ઝાંસા અને ચિલ્લા બોર્ડ પર પણ થશે અને શાહજહાંપુર બોર્ડર, મસાની બરાજ, પલવલમાં પણ ટ્રેક્ટર પરેડ થશે. ટ્રેક્ટર પરેડ બાદ કિસાન સંગઠનો પહેલી ફેબ્રુઆરીથી સંસદ તરફ કૂચ કરશે. મોટી સંખ્યામાં ખેડૂતો સંસદ તરફ માર્ચ કરશે અને જ્યાં સુધી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે.
તો બીજી તરફ કૃષિ મંત્રીએ નિવેદન આપ્યુ કે ખેડૂતોનું આંદોલન જલદી પૂર્ણ થશે. જો કે હાલ તો આજના દિવસે રેલીને મંજૂરી આપવામાં આવતા સુરક્ષા દળો સતર્ક બન્યા છે.
ખેડૂત નેતાઓ આજે સવારે 10 કલાકથી નવ જગ્યાએથી ટ્રેક્ટર પરેડ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઢાંસા, જિલ્લા, શાહજહાંપુર, મસાની બરાજ, પલવલ અને સુનેઢા બોર્ડરથી ટ્રેક્ટર રેલી કાઢાની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ સાથે વાતચીત થયા બાદ પણ 2 ખેડૂત સંગોઠનો માની નથી રહ્યા. રિંગ રોડ પર ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. જ્યારે ગાઝિયાબાદ લોની બોર્ડરથી બેરિકેડિંગ તોડીને ખેડૂતો દિલ્હીમાં ઘુસી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion