શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Farmers Protest: ખેડૂતો અને સરકાર વચ્ચેની મીટિંગમાં આજે પણ ન આવ્યું કોઈ પરિણામ, 9 ડિસેમ્બરે થશે વધુ વાટાઘાટ
સરકાર સાથે મીટિંગ બાદ બાદ ખેડૂત નેતાએ કહ્યું, સરકારે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. 9 ડિસેમ્બરે સરકાર અમને પ્રપોઝલ મોકલશે. તેના પર વિચારણા કર્યા બાદ બેઠક થશે. 8 તારીખે ભારત બંધ જરૂર રહેશે. આ કાનૂન ચોક્કસ રદ થશે.
નવી દિલ્હીઃ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે થયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. આશરે 5 કલાક ચાલેલી મીટિંગમાં ખેડૂતોએ સરકારને કહ્યું કે, તેઓ કાનૂનને પરત લેશે કે નહીં તે સ્પષ્ટ કરે. આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજાશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમનો લેખિત ફેંસલો મોકલે અને તે બાદ બેઠકમાં સામેલ થવા પર ફેંસલો લઇશું. સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશે ખેડૂતો સાથે વાત કરી હતી.
સરકાર સાથે મીટિંગ બાદ બાદ ખેડૂત નેતાએ કહ્યું, સરકારે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. 9 ડિસેમ્બરે સરકાર અમને પ્રપોઝલ મોકલશે. તેના પર વિચારણા કર્યા બાદ બેઠક થશે. 8 તારીખે ભારત બંધ જરૂર રહેશે. આ કાનૂન ચોક્કસ રદ થશે.
ખેડૂતો સાથે બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું, અમે શંકાનું સમાધાન કરવા તૈયાર છીએ. ખેડૂતો સાથે સારા માહોલમાં ચર્ચા થઈ. ખેડૂત નેતાઓના સૂચન મળે તો સારું રહેશે. 9 ડિસેમ્બરે આગામી બેઠક યોજાશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે આંદોલનમાં સામેલ બાળકો અને વડીલો ઘરે જાય. એમએસપીમાં કોઇ પણ પ્રકારનો બદલાવ નહીં કરવામાં આવે. મોદી સરકાર ખેડૂતો સાથે છે. એમએસપી પર કોઈ ખતરો નથી.
બેઠક બાદ ખેડૂતોએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું કે, સરકાર હા કે ના માં જવાબ આપે. અમે સંશોધન નથી ઈચ્છતા. આ ખેડૂતોના હિતમાં નથી તો સંસોધન કેવું ? અમે સંશધન નહીં કાનૂન રદ થાય તેમ ઈચ્છીએ છીએ. એમસએસપી સમગ્ર દેશમાં ઈચ્છીએ છીએ.
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1514 કેસ નોંધાયા, 15 લોકોના મોત, 1535 લોકોએ કોરોનાને હરાવ્યો
ઝીંદમાં ખાપ પંચાયતે લીધો મોટો ફેંસલો, કંગના રનૌતનો કરાશે બહિષ્કાર, જાણો શું છે મામલો
Corona Vaccine: રાજ્યમાં સૌથી પહેલા કોને આપવામાં આવશે રસી, નીતિન પટેલે શું કરી જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion