Farmers Protest: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વિરુદ્ધ 15 માર્ચે ખેડૂતો કરશે પ્રદર્શન, 26 માર્ચે ભારત બંધનું એલાન
સંયુક્ત કિસાન મોર્ચા તરફથી કહેવામાં આવ્યું છે કે, 19 માર્ચે મંડી બચાવો, ખેત બચાવો જ્યારે 23 માર્ચે ભગત સિંહની યાદમાં યુવા દિવસ ઉજવવામાં આવશે. પરંતુ 16 માર્ચે ભારત બંધ રાખવામાં આવશે.
![Farmers Protest: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વિરુદ્ધ 15 માર્ચે ખેડૂતો કરશે પ્રદર્શન, 26 માર્ચે ભારત બંધનું એલાન Farmers Protest: Sayunk Kisan Morcha announced Bharat bandh' on March 26 Farmers Protest: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વિરુદ્ધ 15 માર્ચે ખેડૂતો કરશે પ્રદર્શન, 26 માર્ચે ભારત બંધનું એલાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/fbb8821d1db486656e0ad44b99eb9ad7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા 26 માર્ચે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. બુધવારે સંયુક્ત કિસાન મોર્ચાએ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન કહ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલ અને ગેસના વધી રહેલી કિંમતો વિરુદ્ધ 15 માર્ચે પ્રદર્શન કરશે. આ દિવસે વિરોધ પ્રદર્શન કરનારા ખેડુતો, ટ્રેડ યુનિયન સાથે મળીને વધતા ભાવો અને રેલવે સ્ટેશનો પર ડીઝલ-પેટ્રોલ અને ગેસની વધતા ભાવ અને ખાનગીકરણ સામે વિરોધ દર્શાવશે.
તેના બાદ 17 માર્ચે ખેડૂત સંગઠનો સાથે દેશભરના મજૂર સંગઠનો અને ટ્રાન્સપોર્ટ સંગઠનોની બેઠક બોલવામાં આવી છે. જેમાં 26 માર્ચે ભારત બંધને લઈને ચર્ચા કરવામાં આવશે.
સંયુક્ત કિસાન મોર્ચા તરફથી કહેવામાં આવ્યું છે કે, 19 માર્ચે મંડી બચાવો, ખેત બચાવો જ્યારે 23 માર્ચે ભગત સિંહની યાદમાં યુવા દિવસ ઉજવવામાં આવશે. પરંતુ 16 માર્ચે ભારત બંધ રાખવામાં આવશે. આ બંધ દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનના ચાર મહિના પૂરા થવા પર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનકારી ખેડૂતો સંસદમાંથી પાસ થયેલા ત્રણ નવા કૃષિ સુધારા સંબંધિત કાયદાનો વિરોધ કરી રહ્યાં છે અને ખેડૂતોની માંગ છે કે, સરકારે એમપીએસીનો કાયદો બનાવવાની સાથે ત્રણ નવા કૃષિ કાયદા પરત લેવા જોઈએ. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)