શોધખોળ કરો
Advertisement
20 લાખ કરોડના આર્થિક પેકેજના પાંચમા હપ્તાની જાહેરાત, પ્રવાસી મજૂરો અને શિક્ષણ પર ફોકસ, જાણો 10 મોટી વાતો
પ્રોત્સાહન પેકેજના પાંચમા હપ્તામાં સાત મુદ્દાઓ 'મનરેગા, સ્વાસ્થ્ય અને શિક્ષણ, કારોબાર, કંપની અધિનિયમને બિન અપરાધિક બનાવવા, વેપારમાં સુગમતા, સાર્વજનિક ઉપક્રમ અને રાજ્ય સરકારો સાથે જોડાયેલા સંશાધન' પર ધ્યાન છે
નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે મુશ્કેલીમાં આવેલી અર્થવ્યવસ્થાના પાટા પર લાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ સંબંધિત પાંચમા અને અંતિમ હપ્તાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, પ્રોત્સાહન પેકેજના પાંચમા હપ્તામાં સાત મુદ્દાઓ 'મનરેગા, સ્વાસ્થ્ય અને શિક્ષણ, કારોબાર, કંપની અધિનિયમને બિન અપરાધિક બનાવવા, વેપારમાં સુગમતા, સાર્વજનિક ઉપક્રમ અને રાજ્ય સરકારો સાથે જોડાયેલા સંશાધન' પર ધ્યાન છે.
નાણામંત્રીની જાહેરાતની 10 મોટી વાતો......
1- નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે, સરકારે પાછા ફરી રહેલા પ્રવાસી મજૂરો માટે રોજગારના વધારે અવસર પેદા કરવા માટે મનરેગા યોજનાના બજેટના 61 હજાર કરોડ રૂપિયાથી વધારાના 40 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા.
2- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત હાલની ટેકનિકનો ઉપયોગ કર્યો અને એટલા માટે રોકડની ડાયેરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરી શક્યા. 2,000 રૂપિયાની એકવાર રોડક ટ્રાન્સફર 8.19 કરોડ ખેડૂતો સુધી પહોંચી છે, અને આનો કુલ ખર્ચ 16,394 કરોડ છે.
3- નાણામંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ, નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રૉગ્રામ જે વૃદ્ધ, અપંગ અને વિધવાઓ માટે શરૂ કરવામાં આવ્યો હતો, તે અંતર્ગત 2 કરોડ 81 લાખ લાભાર્થીઓને 2,807 કરોડ રૂપિયા અત્યાર સુધી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, આમાં કુલ 3000 કરોડ ટ્રાન્સફર કરવાના હતા.
4- વડાપ્રધાને 15000 કરોડની યોજનાની જાહેરાત કરી હતી, જેમાંથી 4113 કરોડ રાજ્યોને આપી દેવામાં આવ્યા છે, આવશ્યક વસ્તુઓ પર 3750 કરોડ ખર્ચ કરવામાં આવ્યો. ટેસ્ટિંગ લેબ્સ અને કિટ્સ પર 505 કરોડ ખર્ચ કરવામાં આવ્યો. મનરેગા માટે 40,000 કરોડ વધારો જાહેર કરવામાં આવ્યો.
5- આઇટીનો ઉપયોગ કરતા ઇસ્ટ સંજીવની કન્સલ્ટન્સી સર્વિસની શરૂઆત કરવામાં આવી, આરોગ્ય સેતુ એપને કરોડો લોકોએ ડાઉનલૉડ કરી.ભીમ એપની જેમ આ એપ પણ લોકો માટે ખુબ લાભકારી છે. પહેલા જ્યારે ભારતમાં એક પીપીઇ કિટ બનાવવા એકપણ કંપની ન હતી, આજે 300થી વધુ યૂનિટ છે, આજે દિવસમાં 3 લાખથી વધુ પીપીઇ કિટ બનાવવામાં આવી રહી છે. એન95 માસ્ક પણ લાખોની સંખ્યામાં બનાવવામાં આવી રહ્યાં છે, લગભગ 11 કરોડ એચસીક્યૂ ટેબલેટનુ પણ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
6- 20 કરોડ જન-ધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા, ઉજ્જવલા યોજના અંતર્ગત 6.81 કરોડ રસોઇ ગેસ ધારકોને મફત સિલીન્ડર આપવામાં આવ્યા. આ ઉપરાંત 2.20 કરોડ નિર્માણ મજૂરોને સીધા તેમના ખાતામાં પૈસા આપવામાં આવ્યા.
7- પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવેલી ટ્રેનોનુ ભાડુ 85 ટકા કેન્દ્ર સરકારે આપ્યુ છે. ટ્રેનની અંદર ખાવાનુ પણ અવેલેબલ કરાવાયુ.
8- નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે, દાળો પણ ત્રણ મહિના પહેલા એડવાન્સમાં આપવામાં આવી, હું FCI, NAFED અને રાજ્યોના યોગ્ય પગલાની પ્રસંશા કરુ છુ, જેમને લૉજિસ્ટિકની આટલી મોટી ચેલેન્જ બાદ પણ આટલી માત્રામાં દાળો અને અનાજ વહોંચ્યુ.
9- શિક્ષણના ક્ષેત્રમાં ઓનલાઇન એજ્યૂકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સ્વયંપ્રભા ડીટીએચ ચેનલમાં પહેલા ત્રણ હતા, તેમાંથી બાર નવી ચેનલો જોડવામાં આવી રહી છે. લાઇવ ઇન્ટરએક્ટિવ ચેનલ જોડી શકાય એટલા માટે કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તે ચાર કલાક કન્ટેન્ટ આપે, જેનાથી લાઇવ ચેનલો પર બતાવવામાં આવી શકે. 200 નવી પાઠ્યપુસ્તક ઇ-પાઠશાળામાં જોડવામાં આવી. દેશની 100 યુનિવર્સિટી 30 મે સુધી ઓનલાઇન કોર્સની શરૂઆત કરી દેશે.
10- બધા જિલ્લાઓમાં હૉસ્પીટલમાં સંક્રમક રોગ બ્લૉક થશે, ગ્રામીણ વિસ્તારોમાં લેબ નેટવર્ક પર્યાપ્ત નથી, એટલા માટે બ્લાક સ્તર પર સાર્વજનિક સ્વાસ્થ્ય લેબ તૈયાર કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement