શોધખોળ કરો
Advertisement
આર્થિક મંદી વચ્ચે સરકારનો બુસ્ટર ડોઝ, કોર્પોરેટ ટેક્સમાં રાહત, કેપિટલ ગેન્સ ટેક્સ સરચાર્જ ખત્મ
નાણાં મંત્રાલયે કેપિટલ ગેઈન પર પણ સરચાર્જ સંપૂરઅમ ખત્મ કર્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં આર્થિક મંદીની વચ્ચે નાણાં મંત્રાલયે આજે બુસ્ટર ડોઝ આપ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે નવો કોર્પોરેટ ટેક્સ 25.17 ટકા નક્કી કર્યો છે. સાથે જ કંપનીઓએ આ ઉપરાંત કોઈ અન્ય ટેક્સ આપવો નહીં પડે.
નાણાં મંત્રાલયે કેપિટલ ગેઈન પર પણ સરચાર્જ સંપૂર્ણ ખત્મ કર્યો છે. નાણાં મંત્રાલયની જાહેરાત બાદ શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોઈપણ છૂટ પહેલા ઇનકમ ટેક્સ 22 ટકા હશે. જ્યારે સરચાર્જ અને સેસની સાથે આ ટેક્સ 25.17 ટકા રહેશે. તેમણએ કહ્યું કે, અમે આજે ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ રાખીએ છીએ. આ છૂટ નવી ઘરેલુ કંપનીઓ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર પણ લાગુ પડશે. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના મામલે વટહૂકમ બહાર પડી ગયો છે.
સાથે જ MAT એટલે કે મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ ખત્મ કરવામાં આવ્યો છે. આ ટેક્સ એવી કંપનીઓ પર લગાવવામાં આવતો હતો જે નફો કમાતી હતી. પરંતુ રાહતને કારણે તમના પર ટેક્સનો ભાર ઓછો હતો.
એક ઓક્ટોબર બાદ બનેલ નવી ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કોઈપણ પ્રોત્સાહન વગર 15 ટકાના દરે ટેક્સ ચૂકવી શકશે. નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે તમામ સરચાર્જ સાથે પ્રભાવી ટેક્સ રેટ 17.01 ટકા રહેશે.
હાલમાં છૂટનો લાભ લઈ રહેલ કંપનીઓ તેની સમયમર્યાદા પૂરી થયા બાદ ઓછા દર ટેક્સ ભરાવનો વિકલ્પ પસંદ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement