શોધખોળ કરો
Advertisement
કોરોનાની રસી જે કંપનીમાં બની રહી છે તેમાં લાગી ભયાનક આગ, અદાર પૂનાવાલાએ કહ્યું- તમામ સુરક્ષિત છે
દેશને કોરોના રસી આપનારી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર છે. પુણેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી છે.
મહારાષ્ટ્ર: દેશને કોરોના રસી આપનારી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર છે. પુણેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી છે. ઘટનાસ્થળ પર 10 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી.
અદાર પુનાવાલાએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, આગના કારણે અમુક ફ્લોર ખાખ થઈ ગયા છે. પરંતુ સારી વાત એ છે કે, કોઈનો જીવ નથી ગયો અને કોઈ ગંભીર રીતે ઘાયલ નથી.
સમાચાર છે કે દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતાઓમાંથી એક સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જ્યાં કોરોનાની રસી તૈયાર કરવમાં આવી રહી છે તે જગ્યાએ એકદમ સુરક્ષિત છે.
હાલમાં જ વેક્સીન બન્યા બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા માટે જશ્નનો માહોલ રહ્યો છે. કર્મચારીઓ સાથે મળી તસવીર ખેંચાવી, ઉજવણી કરી. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખ અદર પૂનાવાલા પણ હાજર રહ્યા. પૂનાવાલાએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીત કરી અને વેક્સીનનું આગળનું પ્લાનિંગ જણાવ્યું.
વેક્સીન ડિસ્ટ્રીબ્યૂશનની પ્લાનિંગ પર પૂનાવાલાએ જણાવ્યું કે સાચો તબક્કો હવે શરૂ થવાનો છે. ટીમે મહેનત કરી વેક્સીનને બનાવી લીધી, મંજૂરી પણ મળી ગઈ, હવે પડકાર છે કે પૂરા દેશમાં લોકો સુધી પહોંચાડવાની છે. પૂનાવાલાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની કંપની સરકાર સાથે મળી એ પ્રાથમિક્તા નક્કી કરી રહી છે કે પહેલા હેલ્થ વર્કર, મોટી ઉંમરના લોકો અને બીમાર લોકોને રસી આપવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement