શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
તમિલનાડુની ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 11ના મોત, PM-CMએ સહાયની જાહેરાત કરી
અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 11 પર પહોંચી છે જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
તમિલનાડુના વિરૂદ્ધનગરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં શુક્રવારે આગ લાગી હતી. અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 11 પર પહોંચી છે જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી તરફથી મૃતકોને પરિવારને 3 લાખ જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્તને 1 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવા પર પ્રધાનમંત્રી મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરતા કહ્યું, તમિલનાડુના વિરૂદ્ધનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના દુખદ છે. આ દુખની ઘડીમાં મારી સંવેદના શોકાકુલ પરિવાર સાથે છે. હું આશા કરુ છુ ઘાયલ જલ્દી સ્વસ્થ થાય. પ્રભાવિત થયેલા લોકોની મદદ માટે ઓથોરિટીઝ તરફથી કામ કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી વિરૂધુનગર આગ ઘટનામાં મૃતકના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા તેમને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion