મહારાષ્ટ્રની વધુ એક હોસ્પિટલમાં આગ... 4 લોકોના કરૂણ મોત...શિફ્ટિંગ દરમિયાન થયા મૃત્યુ
કોરોનાની મહામારી વચ્ચે વધુ એક હોસ્પિટલમાં આગની ઘટના બની છે. મુંબઇના થાણેની એક હોસ્પિટલના આઇસીયી વોર્ડમાં આગ લાગતાં 4 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ નથી જાણી શકાયું.
મુંબઇ: કોરોનાની મહામારી વચ્ચે વધુ એક હોસ્પિટલમાં આગની ઘટના બની છે. મુંબઇના થાણેની એક હોસ્પિટલના આઇસીયી વોર્ડમાં આગ લાગતાં 4 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ નથી જાણી શકાયું.
મહારાષ્ટ્રમાં થાણેના મુંબ્રા સ્થિત પ્રાઇમ ક્રિટી કેયર હોસ્પિટલમાં આજે સવારે આગની ઘટના બની હતી. આગ લગ્યા બાદ શિફ્ટિંગ દરમિયાન ચાર લોકોના કરૂણ મૃત્યુ થયા છે. આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. આગની ઘટના બનતા દર્દીને બીજી નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.
થાણે મહાનગરપાલિકાએ કહ્યું કે, “આગ લગભગ 3.40વાગ્યે લાગી હતી. ઘટનાની જાણ થતાં બે ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આગ દરમિયાન શિફ્ટિંગ વખતે 4 લોકોના મૃત્યુ થઇ ગયા છે.
આ પહેલા મુંબઇથી લગભગ 70 કિલોમીટપ દૂર પાલઘર જિલ્લાના વિરારની હોસ્પિટલમાં પણ આગની ઘટના બની હતી.. જેમાં 15 કોવિડના દર્દીઓના મોત થઇ ગયા હતા. આ ધટનામાં હોસ્પિટલના મુખ્ય અધિકારી અને મુખ્ય પ્રશાસનિક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન મામલે બંનેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હોસ્પિટલે ફાયર સેફ્ટીનું આ વર્ષે ઓડિટ પણ ન હતું કરાવ્યું. હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનું ઓનઓસી પણ નહતું. આ તમામ હકીકત સામે આવતા મહારાષ્ટ્ર પોલીસે બંને હોસ્પિટલના અધિકારીની ધરપકડ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. . ઉલ્લેખનિય છે કે, વિરાર હોસ્પિટલમાં લાગેલી આગમાં કોવિડ કેર સેન્ટર ચાલતું હતું. અહીં કોવિડના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે કોવિડના 15 દર્દીના કરૂણ મોત થયા હતા.
આગની ઘટનાની જાણ થતાં ફાયર ટીમ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. થાણેની મુંબ્રા સ્થિત પ્રાઇમ ક્રિટી કેયર હોસ્પિટલમાં આગ લાગતાં થોડા સમય અફરાતફરીના માહોલ સર્જાયો હતો. આ ઘટના મામલે ફાયર સેફ્રટી મુદ્દે તપાસ કરવામાં આવશે.