Lok Sabha: આ તારીખથી શરૂ થઇ શકે છે 18મી લોકસભાનું પ્રથમ સત્ર, નવી કેબિનેટ કરશે અંતિમ નિર્ણય
સૂત્રોએ જણાવ્યું હતું કે નવી કેબિનેટ તારીખ અંગે અંતિમ નિર્ણય લેશે. પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યોને ગૃહના સભ્યો તરીકે શપથ લેવડાવવામાં આવશે.
18મી લોકસભાનું પ્રથમ સત્ર 15 જૂનથી શરૂ થાય તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી કેબિનેટ તારીખ અંગે અંતિમ નિર્ણય લેશે. પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યોને ગૃહના સભ્યો તરીકે શપથ લેવડાવવામાં આવશે. શપથ ગ્રહણ કાર્યક્રમ બે દિવસ સુધી ચાલુ રહી શકે છે. આ પછી નવા સ્પીકરની પસંદગી કરવામાં આવશે. બીજા દિવસે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સત્ર દરમિયાન વડા પ્રધાન બંને ગૃહોમાં તેમની મંત્રી પરિષદનો પરિચય કરાવશે. લોકસભાનું આ સત્ર 22 જૂને સમાપ્ત થવાની સંભાવના છે.
સૂત્રોનું કહેવું છે કે રવિવારે શપથગ્રહણ બાદ તરત જ નવા કેબિનેટની બેઠક યોજવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 જૂને 17મી લોકસભાને ભંગ કરી દીધી હતી.
સત્રની તારીખો પર અંતિમ નિર્ણય નવી કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવશે. સત્ર દરમિયાન, વડાપ્રધાન મોદી તેમના મંત્રી પરિષદના સભ્યોનો બંને ગૃહોમાં પરિચય પણ કરાવશે. સત્ર 22 જૂને સમાપ્ત થવાની સંભાવના છે. આ સત્ર એક સપ્તાહના ટૂંકા ગાળા માટે યોજાય તેવી શક્યતા છે. આ પછી સંસદનું ચોમાસુ સત્ર જૂલાઈ-ઓગસ્ટમાં યોજાશે અને આ દરમિયાન નાણાકીય વર્ષ 2024-25નું નિયમિત બજેટ પણ રજૂ કરવામાં આવશે.
રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ કેબિનેટની બેઠક યોજાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 જૂને 17મી લોકસભા ભંગ કરી દીધી હતી. જેના પગલે મુર્મુએ શુક્રવારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.
કેન્દ્ર સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કહ્યું કે છેલ્લા 10 વર્ષની જેમ આ વખતે પણ દેશવાસીઓ નિરાશ નહીં થાય. કોઈપણ કાર્યને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. જે રીતે પહેલાની સરકાર ચાલતી હતી તે જ રીતે આ સરકાર પણ ચાલશે.દેશના લોકોએ ત્રીજી વખત સેવા માટે આદેશ આપ્યો છે.
The President will administer the oath of office and secrecy to the Prime Minister and other members of the Union Council of Ministers at 7.15 pm on June 09, 2024, at Rashtrapati Bhavan. pic.twitter.com/DLFtoNzVob
— ANI (@ANI) June 7, 2024