Uttarakhand News: ઉત્તરાખંડમાં જળબંબાકાર, હોટેલ, મકાન, રોડ રસ્તા જળમગ્ન, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Uttarakhand News: ઉત્તરાખંડમાં વરસાદ આફતરૂપ બન્યો છે.સતત વરસાદના કારણે પહાડોમમાં મોટી મોટી તિરાડો પડી ગઇ છે. જેના કારણે ભયજનક સ્થિતિ યથાવત છે. સતત લેન્ડસ્લાઇડના કારણે કાટમાળથી રસ્તાઓ બ્લોક થઇ ગયા છે

Uttarakhand News: ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર પડી રહી છે. યમુનોત્રી અને બદ્રીનાથ હાઇવે પર ઘણી જગ્યાએ કાટમાળ, પથ્થરો અને જમીન ધસી પડવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. સ્યાનચટ્ટી વિસ્તારમાં યમુના નદીનું પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે પાણી મોટર બ્રિજ પરથી વહેવા લાગ્યું હતું, જેના કારણે પુલ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયો છે.
વરસાદનું પાણી ઘણી હોટલોમાં એટલી હદે ઘૂસી ગયું હતું કે, તે એક બાજુથી આવી રહ્યું છે અને બીજી બાજુથી બહાર નીકળી રહ્યું છે. ઘણી હોટલોના પહેલા માળ ડૂબી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓ જયપાલ સિંહ રાવત, નવદીપ સિંહ, બલદેવ સિંહ અને શૈલેન્દ્ર સિંહ રાણાએ જણાવ્યું હતું કે, તેમણે આખી રાત જાગીને વિતાવી હતી, કારણ કે પાણીનો પ્રવાહ ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે.
કાટમાળને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ
હાલ તો વરસાદ બંધ થઈ ગયો છે અને હવામાન સ્પષ્ટ છે, પરંતુ ખતરો હજુ પણ ટળ્યો નથી. બદ્રીનાથ હાઇવે પર ગૌચર નજીક પાગલનાલા, ભાનેરપાણી, નંદપ્રયાગ અને કામેડા વિસ્તારમાં ભારે કાટમાળને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. હાઇવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી છે, અને યાત્રાળુઓ રસ્તો ખુલવાની રાહ જોઈ રહ્યા છે.
પહાડોમાં સતત તિરાડો પડી રહી છે
આ ઉપરાંત, ગૌચર નજીક કામેડા અને સિમલી-ગ્વાલડમ-અલમોરા હાઇવેના નૌલી, મિંગ ગડેરા અને કાલ જબર જેવા વિસ્તારોમાં પણ હાઇવે સંપૂર્ણપણે બંધ છે. સતત વરસાદને કારણે પહાડોમાં તિરાડો પડી રહી છે અને રસ્તાઓ પર કાટમાળના મોટા ઢગલા જમા થઈ ગયા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે, તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળ દૂર કરવાનું અને રસ્તાઓ ખોલવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર શક્ય તેટલી વહેલી તકે વાહન વ્યવહારપુ નઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આ ત્રણ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ટિહરી ગઢવાલ, રુદ્રપ્રયાગ, ચમોલી, પિથોરાગઢ અને પૌરી ગઢવાલ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
31 ઓગસ્ટના રોજ, દહેરાદૂન અને બાગેશ્વરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવશે, જ્યારે બાકીના 11 જિલ્લાઓ માટે યલો એલર્ટ ચાલુ રહેશે. 1 સપ્ટેમ્બરના રોજ, દહેરાદૂન, પિથોરાગઢ, નૈનિતાલ અને બાગેશ્વર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર રહેશે, જ્યારે બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ ચાલુ રહેશે. 2 સપ્ટેમ્બરના રોજ, ચમોલી, બાગેશ્વર અને દહેરાદૂનમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.






















