શોધખોળ કરો
Advertisement
આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈની તબિયત લથડી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
તરુણ ગોગોઈની તબિયત ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં છે અને તેઓ વેન્ટિલેટર પર છે. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ બાદ તેઓ બેભાન થઈ ગયા છે.
ગુવાહાટી: આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરુણ ગોગોઈની તબિયત ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં છે અને તેઓ વેન્ટિલેટર પર છે. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ બાદ તેઓ બેભાન થઈ ગયા છે. તેમાના કેટલાય અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ શનિવારે આ જાણકારી આપી હતી. મંત્રીએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગોગોઈને તણાવની ફરિયાદ બાદ ગુવાહાટીની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 2 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.
ગોગોઈના સ્વાસ્થ્યની જાણકારી આપતા સરમાએ કહ્યુ હતું કે, “આજે બપોરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની તબિયાત વધારે ખરાબ થઈ હતી. એટલા માટે ડોક્ટર્સે તેમને ઈંટ્યૂબેશન વેંટિલેટર શરૂ કર્યું હતું. જે મશીન વેંટિલેશન છે. તેમણે કહ્યું હતું કે, ગોગોઈ હાલમાં બેસૂધ છે. તેમના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા ગોગોઈને કોરોના વાયરસથી સ્વસ્થ થયા બાદ 25 ઓક્ટોબરે હોસ્પિટલમાં રજા આપી દેવાઈ હતી. તેઓ બે મહિના સુધી હોસ્પિટલમાં રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion