ઉદ્વવ ઠાકરે સરકાર પડ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસનુ કયુ જુનુ ટ્વીટ અચાનક થવા લાગ્યુ વાયરલ, તેમાં શું લખેલુ જે સાચુ પડ્યુ, જાણો.......
હવે મહારાષ્ટ્રમાં શિવસેના નેતા એકનાથ શિન્દેની બળવાખોરી બાદથી મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પડવાના કયાસ લગાવી રહ્યા હતા. જેના પર અંતિમ મહોર ઉદ્વવ ઠાકરેના સીમએ પદના રાજીનામા આપ્યા બાદ લાગી ગઇ,
Maharashtra Political Crisis: વાત વર્ષ 2019માં મહારાષ્ટ્ર (Maharashtra)માં થયેલી વિધાનસભા ચૂંટણી (Assembly Election) ની છે. જ્યારે બીજેપી (BJP) અને શિવસેના (Shiv Sena)એ મળીને ચૂંટણી લડી હતી, આ દરમિયાન 105 બેઠકો જીત્યા બાદ બીજેપી રાજ્યમાં નંબર વન પાર્ટી બનીને સામે આવી હતી, વળી, શિવસેના 56 બેઠકો સાથે બીજા નંબરની પાર્ટી હતી. તે દરમિયાન એ નક્કી ગણાતુ હતુ કે એકવાર ફરીથી મહારાષ્ટ્રમાં બીજેપીની સરકાર બનશે, અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે.
જોકે, સમન્વય યોગ્ય રીતે ના ગોઠવવાના કારણે શિવસેના અને બીજેપીમાં અનબન થઇ અને વિવાદ થયો, બાદમાં રાજ્યમાં ત્રીજા અને ચોથા નંબરની પાર્ટી રહેલી એનસીપી અને કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપીને સરકાર બનાવી લીધી, અને સીએમ પદ માટે શિવસેના નેતા ઉદ્વવ ઠાકરેને પસંદ કરવામાં આવ્યા.
વળી, વર્ષ 2018માં બીજેપીમાથી રાજીનામુ આપીને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયેલા નાના પટોલેને એક ડિસેમ્બર 2019 રવિવારના દિવસે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા. જે દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પોતાના દિલનુ દુઃખ શાયરાના અંદાજમાં વ્યક્ત કર્યુ હતુ. કહ્યું- મેરા પાની ઉતરતે દેખ, મેરે કિનારે પર ઘર મત બના લેના. મેં સમન્દર હૂં, લૌટ કર જરૂર આઉંગા.
मेरा पानी उतरता देख
— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 1, 2019
मेरे किनारे पर घर मत बसा लेना
मैं समंदर हूँ
लौटकर वापस आऊँगा ! #Maharashtra #MaharashtraAssembly pic.twitter.com/erM8LJeQKi
હવે મહારાષ્ટ્રમાં શિવસેના નેતા એકનાથ શિન્દેની બળવાખોરી બાદથી મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પડવાના કયાસ લગાવી રહ્યા હતા. જેના પર અંતિમ મહોર ઉદ્વવ ઠાકરેના સીમએ પદના રાજીનામા આપ્યા બાદ લાગી ગઇ, વળી હવે એકનાથ શિન્દે ગૃપની મદદથી બીજેપી ફરી એકવાર બીજેપી સત્તામાં વાપસી કરી શકે છે.
હાલમાં બુધવારે શિવસેના (Shiv Sena) નેતા ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) ના સીએમ પદના રાજીનામુ આપ્યા બાદ એ રસ્તો ચોખ્ખો થઇ ગયો છે કે, હવે બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના નવા મુખ્યમંત્રી બની શકે છે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસનુ આ જુનુ ટ્વીટ હવે ખુબ વાયરલ થઇ રહ્યું છે.
આ પણ વાંચો........
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?
ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા
Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ